Ganeshotsav 2024 વખતે અમદાવાદથી કોંકણ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો
અમદાવાદ: રેલવેના મુસાફરોની સુવિધાને ધ્યાને લઇને રેલવે વિભાગ દ્વારા સેવાઓને સલગ્ન જાહેરાત કરવામાં આવતી હોય છે. તહેવારોની સિઝનમાં રેલવેમાં ખૂબ જ ભીડ જોવા મળે છે આથી આવા સમયે રેલવે વિભાગ સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે. ગણપતિ મહોત્સવ 2024 સંદર્ભે પશ્ચિમ રેલવે અમદાવાદથી કુડાલ અને મેંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે. તહેવાર દરમિયાન ઉમટી પડતી ભીડને લીધે અનિચ્છનીય બનાવોને ટાળવા માટે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે.
અમદાવાદ – કુડાલ વિકલી સ્પેશિયલ:
ટ્રેન નંબર 09412 અમદાવાદ – કુડાલ વિકલી સ્પેશિયલ અમદાવાદથી મંગળવાર તારીખ 03, 10 અને 17 સપ્ટેમ્બરના રોજ 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.30 કલાકે કુડાલ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09411 કુડાલ-અમદાવાદ વીકલી સ્પેશિયલ કુડાલથી બુધવાર તારીખ 04, 11 અને 18 સપ્ટેમ્બરના રોજ 04.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, સાવર્ડા, આરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, આડવલી, વિલવાડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કનકવલી અને સિંધુદુર્ગ સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
અમદાવાદ – મેંગલુરુ વીકલી સ્પેશિયલ:
ટ્રેન નંબર 09424 અમદાવાદ – મેંગલુરુ વીકલી સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 06, 13 અને 20 સપ્ટેમ્બરના રોજ 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.45 કલાકે મેંગલુરુ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ વીકલી સ્પેશિયલ મેંગલુરુથી શનિવાર, 07, 14 અને 21 સપ્ટેમ્બરના રોજ 22.10 કલાકે ઉપડશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.
ટ્રેન નંબર 09412 અને 09424 માટે બુકિંગ 28 જુલાઈથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી મેળવી શકશે.