આપણું ગુજરાત

પચીસ વર્ષથી મુંબઈથી માતાના મઢ સુધી સાઇકલ પર આવનારા યુવકની આ વખતની યાત્રા અંતિમ

નવસારી નજીક માર્ગ અકસ્માતમાં થયું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પચીસ વર્ષથી સાઇકલયાત્રા કરી છેક મુંબઈથી દર્શન કરવા માતાના મઢ સુધી આવતા કાંદીવલીના નારાયણ પવારની આ વખતની સાઇકલ યાત્રા જાણે અંતિમયાત્રા બની હોય તેમ નવસારીથી નીકળતી વખતે નડેલા માર્ગ અકસ્માતમાં શ્રદ્ધાળુનો જીવનદીપ બુઝાયો હતો.

કરૂણાંતિકા અંગે મળી રહેલી વિગતો અનુસાર, મહારાષ્ટ્રનો નારાયણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવસેના સાઈકલયાત્રા ગ્રૂપ સાથે વલસાડના સેવાકેમ્પમાં વિરામ કરી આગળની યાત્રા માટે નીકળ્યો હતો અને નવસારી ખાતેના એક કેમ્પમાં રાત્રિરોકાણ કર્યું હતું.

બાદમાં કચ્છ તરફ આવતી વખતે તેમને
કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

અઢી દાયકાથી માતાના મઢમાં નિયમિત આશાપુરા માના દર્શન કરવાની આ સાહસ યાત્રામાં તેમનું આકસ્મિક મૃત્યુ થતાં સાથે રહેલા સભ્યોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પરિવારને સાંત્વના પાઠવી
હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button