આપણું ગુજરાત

આ કારણે જ અમે ચલાવી રહ્યા છે અભિયાનઃ સુરતમાં ગરબા રમતા યુવકનું મોત

મુંબઈ સમાચાર હાલમાં સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાન ચલાવી રહ્યું છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનનું કારણ હાલમાં બનતી ઘટનાઓ છે. સ્વસ્થ યુવાનો હસતા રમતા હોય અને અચાનક હાર્ટ એટેકથી ઢળી પડે છે ત્યારે પરિવાર માટે તો કપરી ઘડી છે જ, પણ સમાજ તરીકે સૌના માટે ચિંતાનો વિષય છે. કોરોનાકાળ બાદ આપણી રોગ પ્રતિકારક શક્તિ અને સ્વસ્થતામાં ફરક આવ્યો છે અને તાજેતરમાં ઘણા યુવાનો ખાસ કરીને નવરાત્રીની પ્રેક્ટિસ કરતા સમયે જ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. આથી નવરાત્રીમાં ગરબે રમતા યુવક-યુવતીઓએ શું શું કરવું અને ગરબા આયોજકોએ કેવી વ્યવસ્થાઓ ગોઠવવી તે અંગે મુંબઈ સમાચારે એક મોહિમ ચલાવી છે.

જોકે કમનસીબે સુરતમાં ફરી આવો કિસ્સો બન્યો છે. સુરતમાં એક યુવક ગરબા ક્લાસિસમાં અવનવા સ્ટેપ શીખી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા ગરબા ક્લાસીસમાં રાજ મોદી નામનો યુવક ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમતી વખતે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. રાજ ધર્મેશ મોદી ઉચ્ચ અભ્યાસ માટે લંડન જવાનો હતો. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ બહાર આવશે.


રાજને નખમાં પણ કોઈ રોગ ન હતો. ગત રોજ સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઇ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…