આજે શ્રાવણનો ત્રીજો સોમવારઃ સોમનાથ મંદિરમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું
ગીર-સોમનાથઃ આજે શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિર(Somanth Temple)માં ભકતોનુ ઘોડાપૂર દર્શન માટે ઉમટયું છે. આજે રક્ષાબંધન અને સોમવાર હોવાથી ભકતો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટયા છે. હરહર મહાદેવના નાદથી શિવાલય ગુંજી રહ્યુ છે.
ત્રીજા સોમવારે દર્શન માટે લાઈનો લાગી:
ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મહાદેવએ સોમનાથના દરિયા પાસે આવેલુ શિવાલય છે. હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે જેના પગલે લોકો દેશ-વિદેશમાંથી સોમનાથ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે શ્રાવણમાસના ત્રીજા સોમવારે ભકતોનું ઘોડાપૂર ઉમટયું છે. આમ તો સોમનાથ મંદિરમા હમેશા ભક્તોની ભીડ રહેતી હોય છે.
સવારે ચાર વાગે મંદિરના પટ ખુલ્યા:
ત્યારે આજે શ્રાવણમાસના ત્રીજા સોમવાર હોવાથી સોમનાથ દાદાની આરતી અને દર્શન કરવા માટે ભકતો વહેલી સવારથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા. વહેલી સવારે ચાર વાગ્યા પહેલાથી સોમનાથ મંદિરની બહાર ભકતો લાઈનમાં બેસી મંદિરના પટ ખુલવાની રાહ જોતા હરહર મહાદેવના નામની માળા જપી રહ્યાં હતા ત્યારે સવારે ચાર વાગે મંદિરનો દરવાજો ખુલ્યો હતો. હજારો ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિએ ધન્યતા અનુભવી હતી.
મંદિરમાં ભકતો માટે ખાસ વ્યવસ્થા:
આજે શ્રાવણના ત્રીજા સોમવારે સાંજે મહાદેવને ચંદ્ર દર્શન શ્રૃંગાર કરવામાં આવશે તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ભાવિકોનો પણ ભારે ઘસારો જોવા મળી શકે છે. જેથી ભાવિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે તંત્ર દ્રારા પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Also Read –