ઘરેથી વહેલા નીકળજોઃ ભાવનગર ડિવિઝનની આ ટ્રેન હવે વહેલી ઉપડશે

2023થી પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 28 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે યાત્રી ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. યાત્રિયોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે. ભાવનગર ડિવિઝનમાં 20 ટ્રેનોનો સમય પ્રીપોન્ડ કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં 5 મિનિટથી 1 કલાક 10 મિનિટ વહેલા પહોંચશે. તેવી જ રીતે, 18 ટ્રેનોના સમય પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા છે જેના કારણે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભાવનગર ડિવિઝનની 07 ટ્રેનો તેમના પૂર્વ નિર્ધારિત સમય પહેલા દોડશે, જેની વિગતો નીચે મુજબ છે:-1. ટ્રેન નંબર 59204 ભાવનગર-બોટાદ 15 મિનિટ વહેલા એટલે કે 11.00 વાગ્યે ઉપડશે.2. ટ્રેન નંબર 59234 ભાવનગર-સુરેન્દ્રનગર 25 મિનિટ વહેલા એટલે કે 13.40 વાગ્યે ઉપડશે.3. ટ્રેન નંબર 59272 ભાવનગર-સુરેન્દ્રનગર 05 મિનિટ વહેલા એટલે કે 08.20 વાગ્યે ઉપડશે.4. ટ્રેન નંબર 59424 વેરાવળ-રાજકોટ 20 મિનિટ વહેલા એટલે કે 17.00 વાગ્યે ઉપડશે.5. ટ્રેન નંબર 19208 સોમનાથ-પોરબંદર 10 મિનિટ વહેલા એટલે કે 21.05 વાગ્યે ઉપડશે.6. ટ્રેન નંબર 59215 ભાણવડ-પોરબંદર 20 મિનિટ વહેલા એટલે કે 22.35 વાગ્યે ઉપડશે.7. ટ્રેન નંબર 09574 બોટાદ-ગાંધીગ્રામ 15 મિનિટ વહેલા એટલે કે 05.00 વાગ્યે ઉપડશે.