આપણું ગુજરાત

રાજકોટ-હાપા સ્ટેશન પર ચાલતા કામને લીધે સૌરાષ્ટ્રની આ ટ્રેનો પર પડશે અસર

રાજકોટઃ મુંબઈની લોકલના પ્રવાસીઓને સતત લેવાતા બ્લોકથી હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતના વિવિધ સેક્શનમાં સતત કામ ચાલ્યા કરે છે. આ સાથે ઘણા મહત્વના સ્ટેશન અને અમદાવાદ જંકશન ખાતે પણ મોટા પાયે રિડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે, તેમ અમદાવાદ-મણિનગર સ્ટેશન ખાતે બુલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે. આ કામકાજને લીધે રેલવે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ કામકાજ મુસાફરોની સુવિધાઓને વધારવા જ થઈ રહ્યા છે, પરંતુ રેલવેની સેવાઓ ખોરવાતી હોય ત્યારે અન્ય વૈકલ્પિક સેવાઓ વિશેષ આપવામાં આવે તે સરકારે જોવું જોઈએ. આવા એજ કામને લીધે હવે સૌરાષ્ટ્રથી આવતી-જતી ટ્રેનના પ્રવાસમાં પણ થોડી મુશ્કેલી પડી શકે તેમ છે.

રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ 26.02.2025 ના રોજ રદ.
ટ્રેન નં. 09526 નાહરલગુન-હાપા સ્પેશિયલ 01.03.2025 ના રોજ રદ.

આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી વડોદરાથી રાજકોટ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 21.02.2025 થી 04.03.2025 સુધી રાજકોટથી વડોદરા દોડશે. આ રીતે આ ટ્રેન જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ ઓખાથી 2 કલાક મોડી એટલે કે 16.05 વાગ્યે રવાના થશે.

ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 21.02.2025 અને 28.02.2025 ના રોજ ઓખાથી
3 કલાક 30 મિનિટ મોડી એટલે કે 15.45 વાગ્યે ઉપડશે.

માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 20.02.2025 થી 03.03.2025 સુધી માર્ગ માં 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

19.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 33 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

26.02.2025 ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નં. 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 03 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

Also read: Ahmedabad થી મુસાફરી કરતા લોકો આટલું ચેક કરજો, ટ્રેનો થઈ રદ!

23.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 08 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
24.02.2025 ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી રવાના થતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 2 કલાક 28 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

24.02.2025 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 53 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

20.02.2025 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ રાજકોટ સુધીના માર્ગ માં 20 મિનિટ અને રાજકોટ-હાપા વચ્ચે 20 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

ટ્રેન ના સ્ટોપેજ રદ:
26.02.2025 થી 02.03.2025 સુધી 5 દિવસ માટે મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલનું પડધરી સ્ટેશન પર સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button