આપણું ગુજરાતઆમચી મુંબઈ
મુંબઈમાં રેલવેના ચાલી રહેલા કામને લીધે આ ટ્રેનોને પણ અસર

પશ્ચિમ રેલ્વેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટેડ કરવામા આવી છે. જો તમે આ ટ્રેનોમાં પ્રવાસ કરવાના હોવ તો કાસ વાંચજો. મુંબઈના ખાર-ગોરંગાંવમાં છ્ઠી રેલવે લાઈનું કામ ચાલી રહ્યું છે ત્યારે મુંબઈની લોકલ ટ્રેનનો વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. આ સાથે ઘણી આઉટસ્ટેશન ટ્રેનના સમયપત્રકમાં ફેરફારો થયા છે.
- ટ્રેન નંબર 19204 વેરાવળ – 3જી નવેમ્બર, 2023 ના રોજ શરૂ થતી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ વાપી ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને વાપી – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19203 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ એક્સપ્રેસ 4ઠ્ઠી નવેમ્બર, 2023ના રોજ વાપીથી ઉપડતી ટૂંકી હશે અને બાંદ્રા ટર્મિનસ – વાપી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 3જી નવેમ્બર, 2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 20944 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ દહાણુ રોડ પર ટૂંકી અને દહાણુ રોડ – બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.