વાહ ગુજરાતની આ બેઠક પર પુરુષ કરતા મહિલા મતદાર વધારે…
ગાંધીનગર : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજોશમાં જામ્યો છે. આવનારી ૭ મેએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. રાજકીય પક્ષો પ્રચારનો ધોધ વહાવી રહ્યા છે. મહિલા સશક્તિકરણ અને મહિલા અનામત જેવા મુદ્દાઓ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતની એક લોકસભા બેઠક પર પુરુષ મતદારોની સરખામણીએ સ્ત્રી મતદારો વધુ છે.
મતદાર જાતીપ્રમાણ ૧૦૦૦ પુરુષોએ રહેલી મહિલા મતદારોની સંખ્યાના આધાર માપવામાં આવે છે. ગુજરાતની 15 જનજાતિય વિધાનસભા બેઠકો પર મહિલા મતદારોની સંખ્યા પુરુષ મતદારોની સંખ્યાથી વધુ છે. જેમાં ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આદિજાતી બેઠકો પર અનુક્રમે ૯૮૧ અને ૯૮૩ મતદાર જાતીપ્રમાણ રહ્યું હતું. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ દર ૧૦૦૦ પુરુષોએ ૯૯૦ મહિલાઓ સુધી પહોંચ્યો હતો. મતદાર ડેટા દર્શાવે છે કે છેલ્લી બે ચૂંટણીઓમાં એકપણ બેઠક પર મહિલા મતદારોનું પ્રમાણ ઓછુ નથી રહ્યું. પરંતુ જ્યારે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની વાત કરવામાં આવે તો દાહોદ એકમાત્ર એવી બેઠક છે જ્યાં સૌથી વધુ મતદાર મહિલા લિંગ પ્રમાણ નોંધાયું છે. દાહોદમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧૦૦૦ પુરુષોએ ૧૦૨૩ મહિલાઓ નોંધાઈ છે.
ત્યારબાર વલસાડ અને બારડોલીમાં પણ અન્ય બેઠકોની સરખામણી એ ૯૬૭ પ્રમાણ છે.જ્યારે સૌથી ઓછુ જાતીપ્રમાણ નવસારીમાં ૮૫૭ નોંધાયું છે. નોંધનીય બાબત એ પણ છે કે રાજ્યના મતદાર જાતીપ્રમાણ છેલ્લી લોકસભા ચૂંટણીની સરખામણીએ ૯૩૦થી વધીને ૯૪૩ થયું છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, અમરેલી,ભાવનગર અને પોરબંદરમાં રાજ્યના મતદાર જાતી લિંગપ્રમાણ કરતા ઓછુ છે.
જીલ્લા કલેકટરનાં જણાવ્યા પ્રમાણે, અમદાવાદ , નવસારી અને સુરતમાં મતદારના નીચા જાતીપ્રમાણ માટે અહિયાથી મોટા પ્રમાણમાં થતું સ્થળાંતર એક મહત્વપૂર્ણ કારણ છે. અમદાવાદ અને નવસારી બેઠક પર ખૂબ મોટી સંખ્યામાં સ્થળાંતર કરતા લોકોની વસ્તી મતદારો તરીકે નોંધાયેલી છે. તેમાં ત્રણ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. નવસારીની ઉધના વિધાનસભા બેઠક પર સૌથી વધુ વિકૃત રેશિયો ૭૪૦ નોંધાયો છે. અન્ય એક જીલ્લા અધિકારીએ તેમની ફરજના સૌરાષ્ટ્રના અનુભવોના આધારે જણાવ્યુ હતું કે, ” સૌરાષ્ટ્રમાં પણ આ લિંગ ગુણોતર ઘણો વિકૃત છે. આ પ્રદેશની સ્થળાંતરિત વસ્તી રહે છે ત્યાં તેની અસર થઇ શકે છે. અમદાવાદ પૂર્વમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી સ્થળાંતર કરનારા લોકોનું પ્રભુત્વ રહ્યું છે.”
0