આપણું ગુજરાત

Lambha: છોકરીને પોતાના વશમાં કરવા યુવાને પૈસાની સાથે જીવન પણ ગુમાવ્યું

અમદાવાદ: લાંભામાં 29 મેના રોજ દર્શન નામના 23 વર્ષીય યુવકે માથે દેણું થઈ જવાથી આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યા બાદ તેના મોબાઈલને ચેક કરતાં તેમાંથી ઘણા ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આ બાદ દર્શનના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા તેના મિત્રએ તેના જાણીતા બાબા પાસે મનપસંદ છોકરીને વશ કરી આપવાને લઈને પૈસા પડાવ્યા હતા અને આથી દેવું વધી જતાં તેણે આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો: આજથી 50 વર્ષ પહેલા પણ થતું હતુ આવું બ્લેકમેલિંગ, જેમાં એક અભિનેત્રીએ કરી હતી આત્મહત્યા

દર્શનના મૃત્યુ બાદ તેમની બહેન દ્વારા તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેના મોબાઈલમાંથી લાંભામાં જ રહેતા દર્શનના મિત્ર લલીતના નામે અલગ અલગ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. તેને પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે દર્શન એક છોકરીને પરે કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા દર્શન કઈ પણ કરી છૂટવા તૈયાર હતો. આથી તે છોકરીને વશ કરવા માટે એક તાંત્રિક પાસે વિધિ કરાવવા માટે પૈસા લીધા હતા.

જો કે આ મામલે અસલાલી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઘણી બાબતોનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે દર્શને તેમના ઘરમાં જ આત્મહત્યા કરેલી અને તેણે લખેલી ચિઠ્ઠીમાં તેણે એક વ્યક્તિને પૈસા આપ્યા હતા પરંતુ તે પરત ન મળતા તેણે આત્મહત્યા કરી લીધી હતી તેવું જણાવ્યું હતું. દર્શન મુથૂટ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો અને ત્રણ વર્ષથી તે લાંભાના રહેવાસી લલીત ગુપ્તાને ઓળખતો હતો. દર્શન એક છોકરીને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને માટે તેના મિત્ર લલિતે તેનો સંપર્ક એક તાંત્રિક સાથે કરાવ્યો હતો. જેના માટે દર્શન 5 લાખ જેટલા રૂપીયાનું દેવું કરી લીધી હતું અને અંતે તે ભરપાઈ કરી શકે તેવી સ્થિતિ પણ ન હતી અને આ વિધિ જે ઉદેશ્ય માટે કરાવી હતી તેનો પણ કોઈ ફાયદો મળ્યો ન હતો. આથી પોતે લૂંટાયો હોવાનું અનુભવતા અને આર્થિક તંગી વધતાં દર્શને આ પગલું ભરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો: પોલીસ કોન્સ્ટેબલે પત્નીના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા

આ ઘટનાને લઈને પ્રાથમિક તપાસ માટે પોલીસ દ્વારા એડી (Accidental Death) દાખલ કરવામાં આવી હતી પરંતુ દર્શનની ચિઠ્ઠી અને ટ્રાન્ઝેક્શન મળી આવતા આ કેસ આત્મહત્યાનાં ઉત્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને કોની કોની ભૂમિકા રહી છે તેની તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button