આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં Waqf Board પાસે અધધધ સંપત્તિઓ, સૌથી વધુ અમદાવાદમાં

દેશમાં ફરી એક વાર વકફ બોર્ડને આપવામાં આવેલા અધિકારો અને તેની માલિકીની મિલકતોનો મુદ્દો દેશભરમાં હેડલાઇન્સમાં છે. મોદી સરકારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેની હાલમાં સંસદીય સંયુક્ત સમિતિ (JPC)દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જેપીસીની ટીમ શુક્રવારે ગુજરાત પહોંચવાની છે. ગુજરાત સરકાર જેપીસી સમક્ષ તમામ વિગતો રજૂ કરશે.હાલમાં ગુજરાતમાં વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ 2000 થી વધુ કેસ પેન્ડિંગ છે.

ગુજરાતમાં વકફ બોર્ડની કેટલી મિલકતો ?

ગુજરાતમાં વકફ બોર્ડની મિલકતોની સંખ્યા 45 હજારથી વધુ છે. જેમાંથી 39 હજારથી વધુ સ્થાવર મિલકતો છે જ્યારે બાકીની જંગમ મિલકતો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રોપર્ટી લિસ્ટમાં માત્ર કબ્રસ્તાન, મસ્જિદો, મદરેસાઓ જ નહીં પરંતુ રહેણાંક મકાનો, ખેતીની જમીનો, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો પણ સમાવેશ થાય છે. જો આ પ્રોપર્ટીની કિંમત બજાર કિંમત પર ગણવામાં આવે તો આ આંકડો કરોડ સુધી પહોંચી શકે છે.

અમદાવાદમાં સૌથી વધુ સ્થાવર મિલકતો 15,425

એક વિશ્લેષણ મુજબ, ગુજરાતમાં વકફ બોર્ડ પાસે 39,940 સ્થાવર મિલકતો છે જેમાં સૌથી વધુ 15,425 અમદાવાદમાં છે. ત્યાર બાદ સુરતમાં 8,453 અને ભરૂચમાં 4,163 છે. વક્ફ બોર્ડ પાસે ખેતીલાયક જમીન પણ છે અને ગુજરાત માટેના આંકડા ખૂબ જ રસપ્રદ છે. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની માલિકીની સૌથી વધુ જમીનો છે. આ મિલકતની સંખ્યા 918 છે ત્યારબાદ સુરતમાં 714, વડોદરામાં 371 અને કચ્છમાં 355 છે.

વક્ફ બોર્ડ પાસે સત્તાવાર રીતે 2235 પ્લોટ

ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે સત્તાવાર રીતે 2235 પ્લોટ છે. સુરતમાં સૌથી વધુ 700 પ્લોટ વકફ બોર્ડ પાસે છે. તેની બાદ ભરૂચમાં 694 અને વડોદરામાં 293 પ્લોટ છે. ગુજરાતમાં વક્ફ બોર્ડની દેખરેખ હેઠળ 168 ઈદગાહ છે. જેમાંથી સૌથી વધુ 101 ઈદગાહ કચ્છમાં આવેલી છે. ભારતની વક્ફ પ્રોપર્ટી મેનેજમેન્ટ સિસ્ટમ દેશભરમાં તેની પ્રોપર્ટીનો ટ્રેક રાખે છે. WAMSIની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વકફ પ્રોપર્ટી દેશભરમાં ફેલાયેલી છે. પરંતુ મોટાભાગના રાજ્યોમાં વકફ પ્રોપર્ટીનો સંપૂર્ણ સર્વે કરવામાં આવ્યો નથી. વકફ મિલકતમાં પણ મોટા પાયે અતિક્રમણ કરવામાં આવ્યું છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…