આપણું ગુજરાત

બરડા ડુંગરે માલધારીઓ સાથે 2090 ફૂટની ઊંચાઈએ લહેરાયો તિરંગો

દેવભૂમિ દ્વારકા: હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક સ્થળે તિરંગા યાત્રા, રેલી અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી દેશદાઝ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ અભિયાનમાં સાંસદો, અધિકારીઓ, પદાધિકારીઓ તથા નાગરિકો સહિત આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમળકાભેર સહભાગી થઈ અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી રહ્યાં છે.

The tricolor was hoisted at a height of 2090 feet on a barda hill

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બરડા ડુંગર વિસ્તારમાં હર ધર તિરંગા અભિયાનની ઉજવણી કરી હતી. તેમણે રાવણાનેશ, અંધારીયાનેશ, સોનકંસારીનેશ, મોરબીયાનેશ, બાબરીનેશ તથા આભાપરાનેશમાં વસવાટ કરતા માલધારીઓને “તિરંગા યાત્રા” માં સમાવેશ કરી તેમને તિરંગા વિતરણ કરાયું હતું. તેમના રહેઠાણથી તિરંગા યાત્રાની શરૂઆત કરી દુર્ગમ બરડા ડુંગરની ટોચ પર આવેલ 2090 ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર તિરંગો લહેરાવી આ તિરંગા યાત્રાને જિલ્લાનાં દુર્ગમ અને સામાન્ય જન-જીવનથી દૂર રહેતા નેશવાસીઓ સુધી પહોંચાડી રાષ્ટ્રભકિતની ભાવના પ્રોત્સાહિત કરી હતી.

વલસાડ ખાતે સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહિવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વલસાડની બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં 400 મીટર લંબાઈના તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 350થી વધુ પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓએ યાત્રા દરમિયાન આ અતિભવ્ય વિશાળ તિરંગા સાથે માર્ચ કરી હતી. યાત્રાના સ્વાગત દરમિયાન આ તિરંગા પર પથરાયેલી ફૂલોની પાંખડીઓએ તિરંગાનું ગૌરવ વધાર્યું હતું.

ભાવનગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને પાલીતાણા તાલુકાની આંગણવાડીઓમાં ભેળ પુરીમાં પણ રાષ્ટ્રભક્તિનો ટેસ્ટ જોવા મળ્યો હતો. પાલીતાણા તાલુકાની નવાગામ, નેસડી, મોખડકા, નોઘણવદર અને વડીયા ગામની કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની થીમ આધારિત પુલાવ, ભેળ, પૂરી, બરફીની વિવિધ વાનગીઓ બનાવી બાળકોને પીરસી હતી. આંગણવાડીના નાના બાળકોમાં રાષ્ટ્રભાવના બળવત્તર બને અને નાનપણથી જ રાષ્ટ્રભક્તિના ગુણો કેળવાય તે માટે સંસ્કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે છે.

આ ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી, કડી તાલુકા પંચાયત, જામનગરના જામજોધપુર, કચ્છના રાપરના લોદ્રાણી ગામ, નર્મદાના રાજપીપળા, મહેસાણા, અરવલ્લીના ભિલોડા, પાટણ, ભરૂચ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button