આપણું ગુજરાત

નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ૭૫મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલ પરેડમાં ગુજરાતના ધોરડો – ‘ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્ર્વિક ઓળખ’ વિષય આધારિત ટેબ્લો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ટેબ્લોમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ કચ્છના ધોરડો સહિત સ્થાનિક સંસ્કૃતિ અને હસ્તકલા ઉપરાંત વૈશ્ર્વિક ઓળખ પામેલ ગુજરાતના ગરબા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
દેશના ૭૫મા ગણતંત્ર દિવસ કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ત્રણેય સેનાના જવાનોએ દિલધડક કરતબથી આકર્ષણ જમાવ્યું હતું. તો વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખીઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પરંતુ જ્યારે તામિલનાડુના ટેબ્લો પછી ગુજરાતની ઝાંખીના દર્શન થયા તેની સાથે જ કર્તવ્ય પર એક અલગ જ રંગ પથરાઈ ગયો હતો.

કચ્છના એક નાનકડા ગામ ધોરડોની આ ઝાંખીએ લોકોના મનમોહી લીધા હતા. ધોરડો ગુજરાતનું ગ્લોબલ આઈકોન વિષય પર આધારિત આ ઝાંખીએ કર્તવ્ય પર એક અલગ જ રંગ પાથર્યો હતો. ધોરડોના ઈતિહાસ અને કચ્છાની ભાતીગળ સંસ્કૃતિ તથા હસ્તકળાને દર્શાવતી આ ઝાંખીમાં, હસ્તકલાની સાથે રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યને દર્શાવાયું હતું. તો જ્યાં ગુજરાત હોય ત્યાં ગરબા વગર થોડું ચાલે?…ગુજરાતની ઝાંખીની સાથે મહિલાઓએ ગરબે ઘૂમી એક અલગ જ આકર્ષણ ઊભું કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ