બિલકિસ બાનો કેસમાં સુપ્રીમે ગુજરાત સરકાર કાઢી ઝાટકણી, કહ્યું “તમને કોઇ સત્તા નથી…
નવી દિલ્હી: ગુજરાતમાં 2002ના ગોધરા કાંડ સમયે થયેલ બિલ્કીસ બાનો કેસ આખા દેશમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે બિલિકસ બાનો કેસમાં ભાજપ શાસિત ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. 26 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવાથી જોડાયેલા આદેશોમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને દૂર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
ગુજરાત સરકારે તેની સામેની કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી હતી. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના દોષિત અગિયાર લોકોની સજા પૂર્ણ થાય તે પહેલા જ મુક્ત કરવાના સરકારના આદેશને ફગાવી દીધો હતો. આ સમયે કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
ગુજરાત સરકારની અરજીમાં કોર્ટના અવલોકન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે તેણે “ગુનેગારો સાથે મળીને કામ કર્યું હતું.” રાજ્ય સરકારે દલીલ કરી હતી કે આ ટિપ્પણી અયોગ્ય છે અને કેસના રેકોર્ડની વિરુદ્ધ છે અને અરજદાર સામે પૂર્વગ્રહયુક્ત પણ છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ વાત સાથે સહમત નથી.
આ પણ વાંચો: શું સમય પહેલા જેલમુક્તિ મૂળભૂત અધિકાર છે?, સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં બચાવ પક્ષને પૂછ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું, “રિવ્યુ પિટિશન, પડકારવામાં આવેલ આદેશ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી અથવા રિવ્યુ પિટિશનમાં કોઈ યોગ્યતા નથી, જેના કારણે પડકારવામાં આવેલ આદેશ જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે “સારા વર્તન” માટે જે 11 લોકોને મુક્ત કર્યા હતા તેમને પાછા જેલમાં જવું પડશે. રાજ્ય સરકારના આ પ્રકારના નિર્ણય પર કોર્ટે ઐતિહાસિક આદેશ આપતાં કહ્યું કે રાજ્ય સરકારને આ લોકોને મુક્ત કરવાની સત્તા નથી.
કોર્ટે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે “મુક્તિના આદેશમાં યોગ્યતાનો અભાવ છે. આ સાથે જ કોર્ટે કોઈપણ વિચાર કર્યા વિના આવા આદેશ પસાર કરવા બદલ ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સાથે જ કોર્ટે એ પણ કહ્યું કે દોષિતોને તે જ રાજ્યમાંથી મુક્ત કરી શકાય છે જેમણે તેમની સામે પહેલા કાર્યવાહી કરી હતી. આ કિસ્સામાં તે મહારાષ્ટ્ર રાજ્ય હતું.
આ આદેશ પસાર કરતી વખતે, કોર્ટે મે 2022 માં નિવૃત્ત ન્યાયમૂર્તિ અજય રસ્તોગીના નિર્ણયની પણ આકરી ટીકા કરી હતી, જેમાં દોષિતોને ગુજરાત સરકારને અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી તેઓ વહેલી મુક્તિ મેળવી શકે. ન્યાયાધીશોએ કહ્યું કે દોષિતોને છેતરપિંડીથી આ ચુકાદો મેળવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે 2022ના આદેશની સમીક્ષા કરવી જોઈતી હતી.