આપણું ગુજરાત

વિવિધ રંગોની એકતાથી ઝળહળી ઊઠ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

અમદાવાદ: નર્મદાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવાં આકર્ષણો ઉમેરવાના સતત પ્રયાસો ચાલુ હોય છે, ત્યારે દિવાળીના પાવન પર્વને લઇ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓ આવી રહ્યાં છે. જેને અનુલક્ષીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસને વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓનો આકર્ષણ કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીસ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમિન બિલ્ડિંગમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત એકતાનગર નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શૉનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે. જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button