રાજ્યમાં બેવડી ઋતુ: સવારે ઠંડી અને બપોરે ગરમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ફરી એકવાર જાણે શિયાળો બેઠો હોય તેવી ઠંડી સમી સાંજથી શરૂ થઇ જાય છે તેમજ બપોરે સૂર્યનારાયણ પણ તપી રહ્યા છે આમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોનું આરોગ્ય પણ કથળ્યું છે અને બીમારીના દર્દીઓમાં પણ વધારો થયો છે.
ઉત્તર-પશ્ચિમી પવનોની ગતિમાં વધારો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અનેક સ્થળે પવન 10 થી 12 કિમીની ઝડપે ફૂંકાયો હતો. અમદાવાદમાં લઘુતમ તાપમાન 20 , ગાંધીનગર 19 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. કચ્છ 13 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે. જેમાં બનાસકાંઠા અને ડીસામાં 15 ડિગ્રી, વડોદરા 18 ડિગ્રી, રાજકોટ 19 ડિગ્રી, સુરત 21 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટાડો થયો છે. શિયાળાના ઉત્તરાર્ધમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી હતી. ઉત્તર ભારતમાં કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી બરફની મૌસમને માણવા પ્રવાસીઓમાં ધસારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયામાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આણંદ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ઉ