આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનની છેલ્લી રાતે આ સ્ટાર્સ કરશે પરફોર્મ

જામનગર: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani & Radhika Marchant)ના પ્રિ-વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશન માટે બૉલીવૂડ તેમ જ આખા જગતની મોટી હસ્તીઓ આવી છે. આ સેલિબ્રેશનમાં અમેરિકાની જાણીતી પૉપ સિંગર રિહાના તેમ જ દિલજીત દોસાંજે પોતાના પર્ફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી હતી. જોકે હવે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસના સેલિબ્રેશનનું શેડ્યુલ સામે આવ્યું છે, જેમાં હોલિવૂડ અને બૉલીવૂડના સિંગર પરફોર્મ કરવાના છે.

આજે ત્રણ માર્ચે આ ઈવેન્ટની શરૂઆત સવારે 10.30 વાગ્યાથી થઈ ગઈ હતી અને બપોરે બે વાગ્યા સુધી ગજવાનમાં ટસ્કર ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કજ્યુયલ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. વનતારામાં યોજવામાં આવેલા આ સેલિબ્રેશનમાં હાથીઓના વ્યૂ સાથે તમામ મહેમાનો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ત્રણ માર્ચના ઈવેન્ટની લિસ્ટમાં જોવા મળી રહ્યું છે કે, આ સેલિબ્રેશન બાદ મહેમાનોને થોડા સમય માટે આરામ આપવામાં આવ્યો છે અને સાંજે છ વાગ્યાથી ફરી ‘હસ્તાક્ષર એટ વેલી ઑફ ગોડ્સ’ ઈવેન્ટની શરૂઆત થવાની છે. આ ઈવેન્ટમાં ટ્રેડિશનલ ઇંડિયન વિયરની થીમ રહેવાની છે, જેથી મહેમાનોને ભારતની સંસ્કૃતિનો પરિચય કરવવામાં આવશે.

‘હસ્તાક્ષર એટ વેલી ઑફ ગોડ્સ’ બાદ એક મહા આરતી બાદ મહેમાનોને ડિનર કરવવામાં આવશે. આ દરમિયાન બૉલીવૂડના સિંગર પ્રીતમ, શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ, શાન, સુખવિંદર સિંહ, મોહિત ચૌહાણ, મોનાલી ઠાકુર, અરિજિત સિંહ, લકી અલી અને નીતિ મોહન સ્ટેજ પર્ફોર્મન્સ કરી મહેમાનોનું મનોરંજન કરશે.

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં માત્ર આટલું જ નથી પણ એક આફ્ટર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આફ્ટર પાર્ટીમાં હોલિવૂડના સ્ટાર એકોન પણ ધમાલ મચાવશે અને તેમના પર્ફોર્મન્સ બાદ સુખબીર અને હાર્ડિ સંધુ પણ પર્ફોર્મ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button