આપણું ગુજરાત

રૂપાલા પર ગુનો દાખલ કરવાનું કામ ગોકળગાય ગતિએ

રાજકોટ: ક્ષત્રિય ગિરાસદાર સેના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), એડવોકેટ રાજદીપસિંહજી જાડેજા (ચાંદલી), એડવોકેટ ઇન્દુભા રાઓલ (લાખણકા), પૂર્વ ફોજી નટુભા ઝાલા (વનાળા) ની સંયુક્ત યાદી જણાવે છે કે તારીખ 24 માર્ચ 2023 ના રોજ લોકસભા 2024 ના રાજકોટના ઉમેદવાર રૂપાલા પર ગુનો દાખલ કરવા બાબત લેખિત રજૂઆત રાજકોટ શહેર પોલીસ કમિશનર, અને રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટ જિલ્લા કલેકટરશ્રીને કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અને તપાસ ગોકળગાયની ગતિ એ ચાલતી હોય જે પગલે આજરોજ સ્મૃતિપત્ર દ્વારા બંનેને યાદ તાજી કરાવી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા કલેકટરને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવતા તપાસ ચાલુ હોવાનું ગાણુ ગાયું હતું. તપાસની સમય મર્યાદા બાંધવા અને તાત્કાલિક એફઆઈઆર કરવા ફરી એક વખત ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button