વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને 1,264 લાખના ખર્ચે વિકસાવાની પ્રક્રિયા શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્તઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પ્રવાસન મૂળુભાઈ બેરાએ વધુમાં જણાવ્યું હતું કે, વડનગર ખાતે સપ્તઋષિનો આરો તેમ જ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશદ્વાર, પાર્કિંગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે 8.65 લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે. પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે 15 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button