વડોદરામાં વડા પ્રધાનના રૂટ પર આવતાં દબાણો હટાવાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવલખી મેદાન ખાતે જાહેર સભાનું સંબોધન કરવામાં આગામી તા. 27 સપ્ટેબરના રોજ વિમાન માર્ગે વડોદરા આવી રહ્યા છે. જેથી તંત્ર એક્શનમાં આવી ગયું છે. નવલખી મેદાન ખાતે વહીવટી તંત્ર દ્વારા સ્ટેજ સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. વડા પ્રધાનના સભા સ્થળ સુધીના ટ પર રસ્તાની બંને બાજુ આવેલા હંગામી દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી. અને આ કામગીરી હજી બે દિવસ સુધી યથાવત રહેશે.
વડા પ્રધાનના એરપોર્ટથી નવલખી સુધીના ટ પરના હંગામી દબાણો ખાણી-પીણી સહિત તમામ લારી-ગલ્લા, પથારાવાળા, શાકભાજીવાળા, ફ્રૂટવાળા સહિત તમામ દબાણ કરનારાઓને ખસેડવાની કામગીરી પાલિકા તંત્રની દબાણ શાખાએ શરૂ કરી હતી.
એરપોર્ટથી માણેક પાર્ક, વુડા સર્કલ, એનસીસી ગ્રાઉન્ડ સહિત રોડની બંને બાજુનાં હંગામી દબાણો કરનારાઓને તા.27 સુધી હંગામી દબાણો નહીં કરવા ચીમકી આપવામાં આવી હતી. આવી જ રીતે નરહરી હોસ્પિટલથી, કાલાઘોડા અને ત્યાંથી નવલખી ગ્રાઉન્ડ સુધીના મળીને કુલ 100 જેટલાં હંગામી દબાણો લારી ગલ્લા શેડ અને પથારા દૂર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ એરપોર્ટથી માણેક પાર્ક સર્કલ થઈને રોક સ્ટાર સર્કલથી સયાજી નગર ગૃહથી દાંડિયા બજાર અટલબ્રિજ તથા અકોટા દાંડિયા બજાર બ્રિજ રાજમહેલ રોડથી નવલખી ગ્રાઉન્ડ સુધીના તમામ હંગામી દબાણો ગેરકાયદે ઝૂંપડા બનાવીને રહેતા શ્રમજીવીઓને પણ પાલિકાની દબાણ શાખા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. ઉ