આપણું ગુજરાત

આજે શુદ્ધ શાકાહારી ડિનર કરશે UAEના રાષ્ટ્રપતિ! મહેમાનોને પીરસાશે વાઇબ્રન્ટ ‘ભારત થાલી’

ગાંધીનગર: ગુજરાતની મેગા ઇવેન્ટ એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, અને આ વખતની સમિટ વધુ મહત્વપૂર્ણ છે, સમિટના દસમા સંસ્કરણનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. એ પહેલા ભવ્ય રોડ-શોમાં તેમણે UAEના રાષ્ટ્રપતિ સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. હવે આ બંને મહાનુભાવો સહિત વાઇબ્રન્ટના તમામ આમંત્રિત મહેમાનોને રાત્રિભોજનમાં અનોખો અનુભવ મળે એ માટે ગાંધીનગરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

સ્વાભાવિક છે કે ભોજન સમારોહમાં ગુજરાતી સંસ્કૃતિ સાથે મહેમાનોને પરિચય કરાવવામાં આવશે, આ ઉપરાંત ઓલ વેજ મેનુ એટલે કે શુદ્ધ શાકાહારી ભોજનમાં UAEના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સહિત મહેમાનોને ભીંડી બકર, પુદીના બ્રોકોલી, દાલ અવધી અને ત્રિપોલી મિર્ચ આલુ પીરસવામાં આવશે. વાઇબ્રન્ટ સમિટમાં મહેમાનોની સુરક્ષાથી માંડીને ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ વખતે સમિટમાં 34 ભાગીદાર દેશ, 16 ભાગીદાર સંગઠનો સામેલ થઇ રહ્યા છે. એ સિવાય 136 દેશોના રાજનયિક, કારોબારી અને મંત્રીઓ પણ સામેલ થશે. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, અને નટરાજન ચંદ્રશેખરન જેવા ઉદ્યોગપતિઓ આ સમિટનો ભાગ બની રહ્યા છે.

અનાર અમૃત, મેડિટેરેનિયન સેમ્પ્લર, જુવાર અને બદામનો સૂપ, પનીર સબ્ઝ રોલ, આ સાથે જ ગુજરાતી વ્યંજનો જેવા કે લીલવાની કચોરી, રવૈયા બટાકાનું શાક, ગુજરાતી દાળ, ખમણ, ખાંડવી બાજરીની વિવિધ વાનગીઓ પણ મેનુમાં સામેલ છે. કુલ 4 પ્રકારની મીઠાઇઓ જેમ કે અંજીર-અખરોટ હલવો, કેસરી શબનમ રસમલાઇ, બકલાવા, ફળો, રાજભોગ શ્રીખંડ, ઘુઘરા પણ પીરસવામાં આવશે.

જે દિવસે સમિટનું ઉદ્ઘાટન છે તે દિવસે 10 જાન્યુઆરીએ મેનુમાં પનીર લોંગલત્તા, સ્ટીમ રાઇસ, સબ્ઝ બિરયાની, નેરે અદલજ, ફોક્સટેલ-લિચી, ચિકુ અને પીસ્તા હલવો જેવા વ્યંજનો પીરસવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગોલ્ડન કાર્ડ હોલ્ડર્સ માટે વિશિષ્ટ વાઇબ્રન્ટ ‘ભારત થાલી’ પીરસવામાં આવશે જેની કિંમત અંદાજે 4000 રૂપિયા થાય છે.

11 જાન્યુઆરીએ મહાત્મા મંદિર કન્વેંશન સેન્ટરમાં શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનોને ‘ભારતનો સ્વાદ’ ચાખવા મળશે જેમાં ખિચડી-કઢી સહિત ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે. ઉપરાંત રેડ વેલવેટ કુકીઝ, રાગી અને અંજીરની કુકીઝ, ગાજર અને દાલચીની કુકીઝ, ફિંગર મિલેટ્સ પરાઠા વગેરે પીરસવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button