અમદાવાદમાં આરોપીના આ કાંડથી પોલીસ પણ ચોંકી ગઈ

અમદાવાદમાંથી આજે એક સનસનીખેજ હત્યા કેસ સામે આવ્યો છે. શહેરના સોલા વિસ્તારમાં આજે સવારે એક આરોપી અન્ય વ્યક્તિનો મૃતદેહ લઇને ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર પ્રેમ પ્રકરણ હત્યાનું કારણ હોવાનું બહાર આવ્યું છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા બ્રિજ પાસે વહેલી સવારે આ ઘટના ઘટી જેમાં આરોપીએ અન્ય એકની કારમા છડી વડે હત્યા કરી નાંખી ને ત્યારબાદ તેનો મૃતદેહ લઇને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપીનું નામ સ્વપ્નિલ છે અને મૃતકનું નામ વેદાંત હોવાનું ખુલ્યુ છે. હાલ મૃતક વેદાંતના મૃતદેહને સોલા હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક સ્વપ્નિલ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. મિત્ર વેદાંત સાથે તેની બેઠક હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. પરંતુ રવિવારે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ છરી વડે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો જે પોલીસ સ્ટેશને હાજર કર્મીઓ માટે પણ ચોંકાવનારી ઘટના હતી.