આપણું ગુજરાત

સુરતવાસીઓએ ૧૫ કિમી લાંબી માનવસાંકળ રચી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશો આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને સદ્ભાવના માનવ સાંકળ (હ્યુમન ચેઇન) રચી હતી.

સાંસદ સી. આર. પાટીલ, ગૃહરાજ્ય પ્રધાન, વન-પર્યાવરણ રાજ્યપ્રધાન વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મનપા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પીપલોદના વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવસાંકળ રચી હતી.

સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમવખત આટલી લાંબી માનવસાંકળ રચી ઈતિહાસ રચ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરની ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩,૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરતનો સંદેશો આપ્યો હતો.

માનવ સાંકળમાં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખી ક્લીન, ગ્રીન અને ફિટ સિટીના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળમાં સહભાગી બન્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?