વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં પાર્ટનર ક્ધટ્રીની સંખ્યા વધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક વિશેષ પ્રતિનિધિ મંડળ સાથે જાપાન અને સિંગાપોરની મુલાકાતે જઇને પરત ફર્યા છે. આ સમિટ અંતર્ગત ગુજરાતમાં મહત્તમ રોકાણો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.એક તબક્કે દુનિયાના વિવિધ દેશો વચ્ચે ચાલતી યુદ્ધની સ્થિતિને પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર ક્ધટ્રીઝની સંખ્યા ઘટે તેમ જણાઈ રહ્યું હતું પરંતુ હવે આ સંખ્યા વધીને ૧૫ થઈ ચૂકી છે.
મળતી માહિતી મુજબ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ દરમિયાન પાર્ટનર ક્ધટ્રીની સંખ્યા અત્યારે ૨૦૧૯ની સમિટમાં જોડાયેલા ૧૫ પાર્ટનર ક્ધટ્રી જેટલી થઈ જવા પામી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસ બાદ સમિટની તૈયારી આખરી તબક્કામાં પહોંચી છે. મોટી સંખ્યામાં પાર્ટનર ક્ધટ્રી તરીકે હજુ વધારાના દેશો જોડાય તેવી આશા ઉદ્યોગ વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા, બ્રિટન, બાંગ્લાદેશ, ડેનમાર્ક, જાપાન, મોરક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, થાઇલેન્ડ અને યુએઇ જોડાયા છે. વૈશ્વિક ક્ષેત્રે કેટલાક દેશો વચ્ચેની તંગદિલી યુદ્ધના માહોલ વચ્ચે સમિટને કેવો પ્રતિભાવ મળશે તેની આશંકા હતી. જો કે, ઉદ્યોગ વિભાગ કેન્દ્ર સરકાર થકી હજુ અનેક દેશોના સંપર્કમાં છે તેથી પાર્ટનર ક્ધટ્રી તરીકે મોટી સંખ્યામાં દેશો જોડાઈ શકે છે.
૨૦૧૯માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર દેશોની સંખ્યા ૧૧ હતી તેની સામે અત્યાર સુધીમાં ૧૦ જેટલા બિઝનેસ સંગઠનો જોડાયા છે. જેમાં એપી ઇન્ડિયા, એમકેએમ, ઇન્ડિયા ઈન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ઓપન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસ સહિતના ફોરમોનો સમાવેશ થાય છે.