આપણું ગુજરાત

અમદાવાદના ફ્લાવર શોની રાત્રિની રોનક

સાબરમતીનો કિનારો સુવાસથી મઘમઘાટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને પ્રકૃતિપ્રેમીઓ નદી કિનારે આયોજિત આ શોની મુલાકાત લે છે. ફ્લાવર શોમાં કરવામાં આવેલી રોશનીમાં ફૂલો ખીલી ઊઠે છે. રાત્રીની રોનક પણ નિહાળવાલાયક હોય છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક પ્રકારનાં ફૂલો સુશોભિત કરવામાં આવ્યાં છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યા છે. દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનીય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યાં
હોય તેવો નજારો જોવા મળે છે. દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.
ફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ, 400 મીટર લાંબું ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ, 15 લાખથી વધુ ફૂલછોડના રોપા, 30થી વધુ એક્ઝોટીક, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગિયાની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણ થીમ, સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતનાં આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button