આપણું ગુજરાત
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો બનાવ હત્યામાં પલટાયો

રાજકોટ: ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં ઈંડાની લારી પર ગઢવી બંધુઓ અને મૃતક સંજય મારડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈને ગઢવીએ છરીના બે થી ત્રણ ઘા માર્યા હતા.
નાની બાબતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું અને ચપ્પુ કાઢીને પેટમાં માર્યું હતું. આજરોજ આ મારામારીની ઘટના ત્યાંમાં ફરી હતી.હોસ્પિટલે સારવાર દરમિયાન સંજયનું મોત થયું હતું.
રાજકોટ શહેરમાં ગુનાખોરી નું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગે છે રોજ ક્યાંક ને ક્યાંક મગજમારી કે હાથાપાઈના બનાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન ઈંડાની લારીઓ ઉપર પોલીસ ખાતાએ વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવું લોકો ચર્ચા રહ્યા છે. ઉપરોક્ત બનાવવામાં આરોપી અગાઉ ઘણા ગુનાઓમાં સડવાયેલો છે. અને ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.