હાઈકોર્ટે કોંગ્રેસનાં બે કોર્પોરેટરને માન્ય રાખ્યા, વિપક્ષ થોડો મજબુત બન્યો.
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી યોજાનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હાજર રહી શકતા હતા. પરંતુ હવે પહેલાની માફક કોંગ્રેસના ચાર કોર્પોરેટર હાજર રહી શકશે. હાઇકોર્ટ દ્વારા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠીયા તેમજ કોમલ ભારાઈને રાહત આપવામાં આવી છે. કોંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા બંને કોર્પોરેટરોને હાઇકોર્ટ દ્વારા લાયક ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા બંને કોર્પોરેટરોનું પક્ષાંતર ધારા હેઠળ કોર્પોરેટર પદ રદ થયું હતું. જોકે વશરામ સાગઠીયા દ્વારા હાઇકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવતા કોર્ટ દ્વારા આર્ટિકલ 226 હેઠળ કોર્પોરેટર પદ રદ કરવાના હુકમની વિરૂદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ જતા તેની પાછળ પાછળ વશરામ સાગઠીયા તેમજ કોમલ ભારાઈ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે બાદમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો મોહ ભંગ થતા તેમની પાછળ પાછળ વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ પણ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ત્યારે કોંગ્રેસના બંને કોર્પોરેટરોને હાઇકોર્ટ દ્વારા રાહત આપવામાં આવતા તેમનું કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાઈટ : વશરામ સાગઠીયા, પૂર્વ વિપક્ષ મનપા, રાજકોટ
કોર્પોરેશનમાં હવે એક બોલકા કોર્પોરેટર આવવાથી કોંગ્રેસ પોતાનો અવાજ ઉઠાવી શકશે તેવું લાગી રહ્યું છે.