આપણું ગુજરાત

અમદાવાદ પોલીસ કમિશનરના બેજવાબદાર નિવેદનની હાઈ કોર્ટે લીધી ગંભીર નોંધ

અમદાવાદ: રખડતાં ઢોર અને બિસ્માર રસ્તાઓ મામલે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હાઈકોર્ટ દ્વારા પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા આપેલા એક નિવદેનની ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, શહેરમાં બે-પાંચ ટકા ક્રાઇમ વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી. આ નિવેદનની ગંભીરતાથી નોંધ લઇ કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર જ આ પ્રકારનું નિવેદન આપે તે ચલાવી ન લેવાય.હાઈ કોર્ટમાં રખડતાં ઢોર, બિસ્માર રસ્તા અને પાર્કિંગ બાબતે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક ઝોનમાં એક પીએસઆઇ અને ૧૧ પોલીસ કર્મચારીની ફાળવણી એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા કરવામાં આવી છે. પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ જરૂરી નિર્દેશો બહાર પડાયા છે. સતત મોનિરિંગ કરવામાં આવશે અને અસામાજિક તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. શાહીબાગ અને ઓઢવમાં થયેલા હુમલા અંગે કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, શાહીબાગમાં અમદાવાદ મનપાના કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલામાં નવ જેટલા જાણીતા અને પાંચથી સાત અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી ત્રણ અજાણી વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે. આ ઘટનામાં આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ઓઢવવાળી ઘટનામાં આઠથી દસ લોકોએ એએમસીની ટીમ પર હુમલો કર્યો હતો, જે અંગે કોર્ટે પૂછ્યું હતું કે, એ સમયે પોલીસ શું કરતી હતી, જેના જવાબમાં સરકાર તરફથી જણાવાયું હતું કે ૧૦૦ લોકોનું ટોળું હતું અને આઠથી દસ લોકો દ્વારા હુમલો કરાયો હતો, જેથી કોર્ટે કહ્યું હતું કે, પોલીસ પાસે પાવર હોવો જોઇએ. ૧૦૦ નંબર ડાયલ કર્યા બાદ પોલીસને આવતા ૧૦ મિનિટ લાગે, સ્થળ પર મનપાના કર્મચારીઓને પૂરતી સુરક્ષા આપવામાં આવે. ઓઢવવાળા કેસમાં એકની ધરપકડ કરાઈ છે અને છને પાસા કરાયા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. શુક્રવારે સુનાવણી દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનરના એક નિવેદનની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. પહેલા રિવરફ્રન્ટ ખાતે પોલીસ કમિશનર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, શહેરમાં બે કે પાંચ ટકા ક્રાઇમ વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી. તેને ઉકેલવામાં પોલીસ કામગીરી કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?