ધોલેરા-અમદાવાદ સુધીના ફોર-લેનએક્સપ્રેસ-વેનું કામ 2024માં પૂર્ણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી હવાઈમાર્ગ, રસ્તાઓ, રેલવે અને દરિયાઈ માર્ગોથી પણ જોડાણ ધરાવે છે. અમદાવાદ સુધીનો અત્યાધુનિક ફોરલેન એક્સપ્રેસ-વે નિર્માણાધીન છે, જે 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની છે જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી
રહી છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પ્રગતિનું તાજેતરમાં નિરીક્ષણ કરવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન(સર)ની મુલાકાત લીધી હતી.
પ્રોજેક્ટનો પહેલો તબક્કો (22.54 ચોરસ કિમી.) 95 ટકા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે, જેનાથી ગુજરાતમાં વૈશ્વિક
રોકાણો માટેના નવા માર્ગો ખૂલી
રહ્યા છે.
મુખ્ય પ્રધાને પોતાની આ મુલાકાત દરમિયાન ધોલેરાના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક સ્થાન અને સેમિક્નડક્ટર્સ અને ગ્રીન હાઈડ્રોજન જેવા ઊભરતાં ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને હાઇલાઇટ કરી અને ભારતના ટકાઉ અને ટેક્નોલોજી આધારિત વિકાસમાં આ ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
પહેલા તબક્કામાં 50 એમએલડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, એક માસ્ટર બેલેન્સિંગ રિઝર્વોઇર, એલિવેટેડ સર્વિસ રિઝર્વોઇર્સ, 10 એમએલડી સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને 20 એમએલડી કોમન એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સહિતની મજબૂત જળ વ્યવસ્થાપન પ્રણાલી પર કામ કરવામાં આવ્યું છે. ઉ