ભારે વરસાદના લઈને દ્વારકાનાં જગતમંદિરે અડધી કાઠીએ ચડાવાશે ધ્વજા

દ્વારકા: કરોડો લોકોના આસ્થાના કેન્દ્ર અને હિંદુઓના ચાર મોક્ષપૂરીમાની એક દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદીર પર વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજાજી ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આથી સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના, પીકઅપ એરિયાની છત ધરાશાયી
હાલ દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે વિશાળકાય મોજા ઊછળી રહ્યા છે. આ કરંટની અસર ગોમતી નદીના ઘાટ પર જોવા મળી રહ્યા છે. હાલ NDRF અને પોલીસની ટીમ પણ સુરક્ષાને લઈને સતત કિનારા વિસ્તારોમાં વોચ રાખી રહ્યું છે.
આવી પરિસ્થિતિમાં ધ્વજા ચઢાવતા પરિવારના સભ્યની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજાજીને અડધી કાઠીએ ફરકવવાનો નિર્ણય લીધો છે. હાલ રાજ્યમાં ભારે વરસાદને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વાતાવરણ સામાન્ય થયા બાદ પુનઃ શિખર પર જ ધ્વજાજી ચડાવવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat માં ચોમાસું સક્રિય થયું, દ્વારકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
ગયા વર્ષે પણ 5 જુલાઇથી લઈને 15 જુલાઇ સુધી દ્વારકા મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં અવી હતી. તૌકતે વાવાઝોડાના સમયે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા અડધી કાઠીએ ધ્વજા ચડાવવાનો નિર્ણય લેવામાં આવતો હતો. હાલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે કરંટ જોવા મળી રહો છે.