આપણું ગુજરાત

સુરત પાલિકાના પાર્કિંગમાંથી ખુદ કોન્ટ્રાક્ટરે જ ૧૨ લાખની મર્સિડિઝ કાર ૯૫ હજારમાં પધરાવી દીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના વરાછા મીનીબજાર એસએમસી પાર્કિગમાં મુકેલી નાકોડા ટેક્ષટાઈલની જપ્ત કરેલી રૂ.૧૨ લાખની કિંમતની મર્સિડિઝ કારની ચોરી ખુદ પાર્કિગ કોન્ટ્રાકટરે કરાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મર્સિડિઝની ચોરીમાં સામેલ પાર્કિંગ કોન્ટ્રાકટર, તેના હીરા દલાલ મિત્ર અને ગેરેજ માલિકની ધરપકડ કરી રૂ. ૯૫ હજારમાં સોદો કરી મર્સિડિઝને રાત્રે ટોઈંગ કરી લઈ જનાર કઠોરના કબાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા મીનીબજાર એસએમસી પાર્કીંગમાં મુકેલી નાકોડા ટેક્ષટાઈલની જપ્ત કરેલી રૂ.૧૨ લાખની કિંમતની મર્સિડિઝ કારની ચોરી પાંચ મહિના પહેલા થયાની ફરિયાદ એક મહિના અગાઉ વરાછા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બનાવની તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની વાહનચોરી સ્ક્વોડના પીએસઆઈ અને ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે મર્સિડિઝની ચોરીમાં સામેલ મીનીબજાર એસએમસી પાર્કિગના પાર્કિગ કોન્ટ્રાકટર વિજય વિઠ્ઠલભાઈ સુતરીયા ( ઉ.વ.૪૩, રહે. ૨૧ એ, શ્યામનગર સોસાયટી, વસંત ભીખાની વાડી સામે, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત ), તેમના હીરા દલાલ મિત્ર હિરેન ઘનશ્યામભાઈ માણીયા ( ઉ.વ.૨૮, રહે.બી-૩૦૪, આંગન રેસિડન્સી, સુદામા ચોક પાસે, મોટા વરાછા, સુરત ) અને સીમાડા નાકા પાસે શિવ મોટર્સના નામે ફોર વ્હિીલરનું ગેરેજ ધરાવતા મયુર ભોળાભાઈ ચોટલીયા ( ઉ.વ. ૨૨, રહે.ઘર નં.૬, રંગ અવધૂત સોસાયટી, કેનાલ રોડ, પુણાગામ, સુરત ) ની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મર્સિડિઝ ઘણા સમયથી ત્યાં પડી રહી હોઇ પાર્કિંગ કોન્ટ્રાકટર વિજય સુતરીયાએ તેના વિશે તપાસ કરતા તે જપ્ત થઈ હોવાની જાણ થઈ હતી. આથી કારને વેચવા માટે તેણે હીરા દલાલ મિત્ર હિરેન મારફતે ગેરેજ માલિક મયુરનો સંપર્ક કરી તેને ચાવી લઈ બોલાવી કાર ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો. જેથી કાર લઈ જઈ વેચી શકાય પણ કાર ચાલુ નહીં થતા તેમણે કઠોરના ભંગારના વેપારી સરફરાઝ ઉર્ફે મુકુંદ કબાડી સાથે રૂ.૯૫ હજારમાં સોદો કર્યો હતો. બાદમાં સરફરાઝ કારને રાત્રે ટોઈંગ કરી લઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે સરફરાઝની તપાસ કરી હતી પણ તે કે તેને ત્યાં મર્સિડિઝ મળી નહોતી. ક્રાઈમ બ્રાન્ચને આશંકા છે કે સરફરાઝે મર્સિડિઝના પાર્ટસ કાઢી વેચી નાખ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે સરફરાઝને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મર્સિડિઝ કારની ચોરીમાં ઝડપાયેલો વરાછા મીનીબજાર એસએમસી પાર્કીંગનો કોન્ટ્રાકટર વિજય સુતરીયા મીની બજાર મલ્ટિલેવલ પાર્કિંગ ઉપરાંત કાદરશાની નાળ મલ્ટિલેવલ પાર્કિંગ તેમ જ પીપલોદ રાહુલ રાજ મોલ પાસે રોડ પર સત્કાર એન્ટરપ્રાઈઝના નામે છેલ્લા દોઢ વર્ષથી પાર્કિગનો કોન્ટ્રાકટ ધરાવે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button