આપણું ગુજરાત

મુંદરા પોર્ટના કમિશનરે ત્રણ કસ્ટમ બ્રોકરનાં લાઇસન્સ રદ કરી દીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દેશના કેટલાક આયાતકારો દ્વારા કરોડોની ડ્યૂટી ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના સતત બહાર આવી રહેલા કિસ્સાઓ વચ્ચે લાંચકાંડ બાદ શંકાના દાયરા હેઠળના મુંદરા કસ્ટમ તંત્રએ તાજેતરમાં મિસ ડિકલેરેશન થકી ઘુસાડવામાં આવેલો સોપારીનો પોણા છ કરોડના મૂલ્યનો જથ્થો ઝડપ્યા બાદ મુંદરા પોર્ટના કમિશનર કે. એન્જિનિયરે કડક વલણ અપનાવીને ત્રણ કસ્ટમ બ્રોકર (સી.એચ.એ)ના પરવાના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વધુ વિગતો મુજબ,અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા મુંદરા પોર્ટ પર બેઝ ઓઇલની આડમાં દુબઈથી આવેલો સોપારીનો જથ્થો ઝડપ્યો હતો તે પ્રકરણમાં કસ્ટમ બ્રોકર રહેલા એફિલ લોજિસ્ટિક, સાગર શોપિંગ સર્વિસ અને એરટ્રેક્સ ફ્રેઇટ લોજિસ્ટિકનો કસ્ટમ બ્રોકરનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. આ અંગે મુંદરા કસ્ટમના પી.આર.ઓ વીરેન્દ્ર સિંઘનો સંપર્ક સાધતાં તેમણે કર્યવાહી અંગે અજાણતા દર્શાવી હતી. જોકે, એક કસ્ટમ અધિકારીએ સમર્થન આપ્યું હતું.

બીજી તરફ, ઇન્ટરનેશનલ ટ્રેડ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ મિસ ડિકલેરના નામે ગાંધીધામ અને મુંદરાના કસ્ટમ અધિકારીઓ સાથે ઘનિષ્ઠતા ધરાવતા કસ્ટમ બ્રોકર પર ભૂતકાળમાં કેસ થયા છે, પણ આવા ભ્રષ્ટ કસ્ટમ બ્રોકરો વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરવાને બદલે તેમને ફક્ત દંડકીય અને પેનલ્ટી કાર્યવાહી બાદ છોડી દેવાયા છે.

અમુક લિક્વિડ કાર્ગોમાં અન્ય ભળતો માલ છોડાવાની માસ્ટરી ધરાવતા કસ્ટમ બ્રોકર ગોરખધંધો કરી રહ્યાનું પણ છેલ્લા કેટલાક સમયમાં બનેલી ઘટનાઓ પરથી સામે આવી ચૂક્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker