આપણું ગુજરાત

પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું દિવાળીમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાતના આઠથી ૧૦વાગ્યા સુધીમાં જ શહેરીજનો ફટાકડા ફોડી શકે તેવું જણાવ્યું છે. આ સમય સિવાય કોઈપણ વ્યકિત ફટાકડા ફોડશે તો પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધરપકડ કરશે. જો કે દર વર્ષે પોલીસ દ્વારા આવી રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ પોલીસ જ આ જાહેરનામાની અમલવારી કરાવી શકતી નથી. આ ઉપરાંત ફટાકડા ફોડવા માત્ર બે કલાકનો જ સમય મળતા નાગરીકોમાં નારાજગી જોવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાતના ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત હોસ્પિટલ, નસીગ હોમ,આરોગ્ય કેન્દ્રો શૈક્ષણિક સંસ્થા કોર્ટ ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજયામાં ફટાકડા ફોડી શકાશે નહી. આટલું જ નહી ચાઈનીઝ તુકકલ અને આતશબાજી બલુનના વેચાણ તેમજ ઉડાવવા ઓનલાઈન ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. દર વર્ષે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું ફટાકડા ફોડવા બાબતે પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ તેનો અમલવારી થતી હોતી નથી. ગયા વર્ષે પણ મોડી રાત સુધી સિંધુભવન રોડ સીજી રોડ એસજી હાઈવે પર અનેક યુવાનોએ લોકોના જીવ જોખમાય તે રીતે ફટાકડા ફોડયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…