આપણું ગુજરાતટોપ ન્યૂઝ

શીતલહેરે ગુજરાતને બનાવ્યું ‘ઠંડુગાર’: નલિયામાં ઠાર વધ્યો; હાડ થીજાવતી ઠંડીની આગાહી

અમદાવાદ: દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઘણા વિસ્તારોમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. આ સાથે જ ઉત્તર-પશ્ચિમ ભારતમાં હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે ખૂબ જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેની અસર મેદાની રાજ્યો સહિત ભારતના ઘણા ભાગમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં નલિયા અને રાજસ્થાનમાં માઉન્ટ આબુ આ ઠંડીમાં થીજી ગયા છે.

નલિયા ઠંડુગાર
ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવન ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી અસર રાજ્યના તાપમાન પર પડી રહી છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન શનિવારે 6 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતીઓને જેનું અનહદ આકર્ષણ છે તે માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો માઈનસ સુધી યથાવત રહ્યો છે. જેના લીધે ત્યાં બરફ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે આપી માહિતી
ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાતા તેની સીધી અસર ગુજરાતના તાપમાનમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આ ઉપરાંત કચ્છના કંડલા અને બનાસકાંઠાના ડીસામાં લઘુતમ તાપમાન 9 ડિગ્રીથી નીચું રહ્યું હતું.

Also Read – ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી, જુઓ વીડિયો…

પરેશ ગોસ્વામીએ કરી આગાહી
ગુજરાતમાં પડી રહેલી ઠંડી વચ્ચે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ ગુજરાતવાસીઓને વધુ ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમણે ઠંડીની આગાહી કરતાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે યથાવત રહેશે. તેમજ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા ઠંડી નવો રેકોર્ડ બનાવશે અને હજુ હાડ થીજાવતી ઠંડી પડશે. આ વર્ષની ઠંડી 2020 અને 2022ના વર્ષના ઠંડીના રેકોર્ડને તોડે તેવી સંભાવના છે. હાલ સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. 18 અને 19 ડિસેમ્બર પછી આનાથી પણ વધારે ઠંડી પડવાની સંભાવના છે. 31 ડિસેમ્બરથી આ ઠંડી 2020 અને 2022ના વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના દેખાઈ રહી છે. આમાં છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ આ વર્ષની ઠંડી તોડે તેવી સંભાવના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button