Teslaનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાવાનું નક્કી! વાઇબ્રન્ટ સમિટમાં જાહેરાત થવાની શક્યતા
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અટળકો લાગવવામાં આવી રહી છે કે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગની જાયન્ટ યુએસ બેઝ્ડ કંપની ટેસ્લા ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપી શકે છે. સૂત્રોના જણવ્યા પ્રમાણે ટેસ્લાનું ગુજરાતમાં આગમન લગભગ નક્કી છે, આ અંગે જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન સત્તાવાર જાહેરાતની કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટેસ્લાના સીઇઓ એલોન મસ્કની હાજરીમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
વ્યૂહાત્મક સ્થાન અને અનુકૂળ બિઝનેસ એન્વાયરમેન્ટ માટે ગુજરાત કાર ઉત્પાદન કંપનીઓમાટે પસંદગીનું સ્થળ રહ્યું છે. રાજ્ય સરકારે સાણંદ, બેચરાજી અને ધોલેરામાં કંપનીઓને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે જામીન ફાળવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માંગને પહોંચી વળવાના ટેસ્લાના ઉદ્દેશ્યને માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પહેલેથી જ મારુતિ સુઝુકી, ટાટા અને મોરિસ ગેરેજ જેવી ટોચની ઓટોમોબાઈલ મેકર્સના પ્લાન્ટ્સ છે. જ્યારે સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ટાટા દ્વારા ખરીદવામાં આવ્યો છે, જ્યારે હાલોલમાં જનરલ મોટર્સનો પ્લાન્ટનો એમજીએ ખરીદ્યો હતો..