રાપરના કાનમેર ગામના 8 મંદિરોમાંથી ચોરી: શ્રદ્ધાળુઓમાં રોષ

ભુજઃ સરહદી કચ્છ તસ્કરો માટે જાણે રેઢું પડ્યું હોય તેમ દરરોજ ચોરી-લૂંટફાટની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. તાજેતરમાં છઠ પૂજાના સપરમા દિવસે વાગડ વિસ્તારના ચિત્રોડ અને જેઠાસરી ગામ મધ્યે આવેલા ૧૧ જેટલા મંદિરોમાંથી રૂ ૯૭ હજારની માલમતાની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા કાયદાના રક્ષકો મથી રહ્યા છે, તેવામાં રાપરના કાનમેર ગામમાં આવેલા આઠ જેટલા દેવ મંદિરોમાં મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમ ઉસેડી જવાતાં ભાવિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Kutch Rann Utsav 2024: પશ્ચિમ રેલવે ભુજ માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો તારીખ અને સમય
આ અંગે ગાગોદર પીએસઆઇ સેંગલે ચોરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. કાનમેર ચોરી બાબતે આરોપી ને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથવેંતમાં હોવાનું કહ્યું હતું. સ્થાનિકોએ કુલ ગામના અલગ અલગ કુલ આઠ દેવસ્થાનોમાં ચોરી થઈ હોવાનું જણાવ્યં હતું.