નવેમ્બરમાં પણ એસી ચાલુ રાખવું પડશે! હવામાન વિભાગે કરી આવી આગાહી…
![People suffer from skin-scorching heat in the state, the temperature exceeds 40 degrees in these cities.](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-18T190207.978.jpg)
અમદાવાદ: દિવાળી વિતી ગઈ છતાં હજુ પણ ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી પડી રહી છે. લોકો આતુરતાથી શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની રાહ જોઈ રહ્યા છે, જોકે લોકો હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગ (IMD) એ નવેમ્બર મહિનામાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ કરાવો બુકિંગ, રણોત્સવની આવી ગઈ છે તારીખ…
નવેમ્બર 2024માં અત્યાર સુધીમાં 1 નવેમ્બરના રોજ સૌથી વધુ મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા એક દાયકામાં 1 નવેમ્બરના રોજ નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. 1 નવેમ્બર 2024ના રોજ લઘુત્તમ તાપમાન 22.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે પણ સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધુ હતું.
ગઈકાલે મંગળવારે અમદવાદમાં લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધુ હતું. હવમાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સામાન્ય રીતે દિવાળી પછી ઉત્તરીય પવનો સાથે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય છે. હાલમાં, પવનની દિશા ઉત્તરપૂર્વથી પૂર્વ તરફ છે.
દિવાળીના દિવસે 31 ઓક્ટોબરના રોજ, મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધારે હતું અને લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધારે હતું. ગત વર્ષે, 31 ઓક્ટોબર 2023ના રોજ મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35.3 ડિગ્રી અને 20.5 ડિગ્રી સેલ્સિયસ હતું.
આ પણ વાંચો : Winter 2024 : ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થશે, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ઑક્ટોબરના અહેવાલ મુજબ ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3-4 ડિગ્રી વધુ નોંધાયું હતું, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.