આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મે-જૂન મહિનાની ભીડને પહોંચી વળવા રેલવેએ જાહેર કરી બે સ્પેશિયલ ટ્રેન…

અમદાવાદઃ વેકેશન દરમિયાન અને નિયિમતપણે મુંબઈથી ગુજરાત વચ્ચે આવનારા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો લોકો રોજ મુંબઈ નોકરીધંધા અને અન્ય કારણસર આવેજાય છે ત્યારે તે બધા માટે સુવિધામાં વધારો કરવા રેલવેએ રાજકોટ-મુંબઈ અને ગાંધીધામ-મુંબઈ વચ્ચે તેજસ એકસપ્રેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો આ પ્રમાણે છે.

    1. ટ્રેન સંખ્યા 09017/09018 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ તેજસ સુપરફાસ્ટ સાપ્તાહિક 10 ફેરા
      ટ્રેન સંખ્યા 09017 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ સ્પેશ્યલ દર સોમવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 02 જૂનથી 30 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09018 ગાંધીધામ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર મંગળવારે ગાંધીધામથી 18.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 03 જૂન, 2025 થી 01 જુલાઈ, 2025 સુધી ચાલશે.

    2. ટ્રેન સંખ્યા 09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક 18 ફેરા

    ટ્રેન સંખ્યા 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશ્યલ દર બુધવારે અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે.

    આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટાયર અને એસી ૩-ટાયર કોચ છે.

    આપણ વાંચો : Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? આજે જ જાણી લો, પછી કહેતા નહીં કે…

    દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
    Back to top button