આપણું ગુજરાતસ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં સામેલ આ સ્ટાર ક્રિકેટર સહિત 5 ખેલાડી પણ ઝાલાની જાળમાં ફસાયા?

અમદાવાદઃ મહા કૌભાંડી ભૂપન્દ્ર સિંહ ઝાલા (Bhupendrasinh Zala) લોકો પાસેથી 6000 કરોડનું ઉઘરાણું કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રાજ્યમાં અનેક શિક્ષકો પણ તેની માયાજાળમાં સપડાયાની વિગતો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ઑસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી બોર્ડર ગાવસ્કર સીરિઝ (Border Gavaskar Series) માટે ટીમ ઈન્ડિયામાં સામેલ એક સહિત કુલ 5 ક્રિકેટર પણ બીઝેડ કૌભાંડના (BZ scam) મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં ફસાયા હોવાનો એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. આ ઉપરાંત એક્ટર પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, તેથી તે પણ રોકાણકારોમાં સામેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકો આવશે સામે

બીઝેડ ગ્રુપના કૌભાંડની તપાસ કરી રહેલી પોલીસ ટીમના એક સૂત્રએ જણાવ્યું કે, ભૂપેન્દ્રસિંહ ભલે પાસપોર્ટ (passport) લઈને ફરાર થયો હોય પરંતુ તેણે દેશ છોડ્યો નથી. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે. બીઝેડ ગ્રુપ દ્વારા નવેમ્બર મહિનાનું વ્યાજ ચૂકવવાનો સમય થઈ ગયો છે. રોકાણકારોને હાલ વ્યાજ ચૂકવવામાં નથી આવી રહ્યું, તેથી મોટી સંખ્યામાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સામે આવશે.


Also read: સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો


ડાયરામાં નોટો ઉડાવતો વીડિયો વાયરલ

બીઝેડ ગ્રુપે લોકો પાસેથી એકત્ર કરેલા રૂપિયા ક્યાં ગયા હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે. ક્રિપ્ટો કરન્સી અને શેરમાં રોકાણ કર્યાની વિગત વચ્ચે સીઆઈડીએ એકાઉન્ટ્સ અંગેની વિગતો મેળી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના એકાઉન્ટની વિગત સીઆઈડીને મળી છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ઘેરોબો ધરાવાતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત ભાજપના નેતાઓના ડાયરામાં નોટો ઉડાવતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (viral video) થયો છે.


Also read: ઉર્વિલ પટેલે અક્ષર પટેલને અપાવી વધુ એક ધમાકેદાર જીત, હાર્દિક પંડ્યાનો રેકૉર્ડ તોડી નાખ્યો


રોકાણકારોને ફરિયાદ કરતાં અટકાવવા એજન્ટો સક્રિય થયા

આ ઉપરાંત રોકાણકારોને પોલીસ ફરિયાદ કરતાં અટકાવવા માટે એજન્ટો મેદાનમાં આવ્યા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો સોશિયલ મીડિયામાં ભોગ બનેલા લોકોને વિનંતી કરી રહ્યા છે કે, બધાને પૈસા મળી જશે, માત્ર ધીરજ રાખો. પબ્લિક અમારી ફેવરમાં રહેજો. કોઈની વાતોમાં આવશો નહીં, જો કોઈ ફરિયાદ કરશો તો કશું નહીં મળે. રોકાણકારોને સરકાર કશું નહીં આપે, બધું જ સરકાર લઈ લેશે. આ પ્રકારના મેસેજ એજન્ટો દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button