આપણું ગુજરાત

શિક્ષકોની ભરતી મામલે ગાંધીનગરમાં આંદોલન, ઉમેદવારોની અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો ફરી એક વખત આંદોલન પર ઉતર્યા છે. પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મામલે આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. શિક્ષકોની ભરતી ઝડપી અને ક્રમિક કરવાની માંગ સાથે હાથમાં બેનર લઈને ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારોએ હાજર રહી પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારો મુજબ, સરકાર બાંહેધરી આપે છે પરંતુ ભરતી થતી નથી.

ઉમેદવારોની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શિડ્યૂલ જાહેર કરવાની, ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓની યાદી જાહેર કરવાની માંગ છે. આ ઉપરાંત, 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી બાદ ખાલી પડનારી જગ્યાઓ વર્તમાન ભરતીમાં ઉમેરવાની માંગણી છે. ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકની જગ્યાઓ પણ વર્તમાન ભરતીમાં સામેલ કરવા માંગ કરાઈ છે. ઉમેદવારોની પાંચમી મુખ્ય માંગણી ઉનાળુ વેકેશન પહેલાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની છે.

Also read: શિક્ષકોની ભરતી! માધ્યમિક શિક્ષકોની 3517 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી અંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં ભૂલ જણાય તો 25 ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી 27 ફેબ્રુઆરી સુધીમાં વિગતો ભરીને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરિટ યાદી જાહેર કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button