આપણું ગુજરાત

બોલો શિક્ષક થઈને આવા ધંધા કર્યા ને પાછા વિદ્યાર્થીઓ પાસે પણ કરાવ્યું આવું કામ


શિક્ષક ખૂબ ઉમદા કે મહાન ન હોય તો ચાલે, પણ સાચી દિશામાં જનારા અને નૈતિક રીતે સદ્ધર હોવા જોઈએ. બાળકોમાં સાચી સમજ વિકસે તે જોવાનું કામ શિક્ષકનું હોય છે, પરંતુ ગુજરાતના મહુડીના શિક્ષકે પોતે તો નૈતિકતા નેવે મૂકી, પણ વિદ્યાર્થીઓને પણ ખોટા કામમાં જોતર્યા હતા.
માણસા તાલુકામાં મહુડીની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે સહકર્મી શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી પરંતુ શિક્ષિકા તાબે ન થતા આ લંપટ શિક્ષકે શાળાની તમામ શિક્ષિકાઓને બદનામ કરવાના ઇરાદે ગામમાં તેમજ સ્કૂલમાં જાહેર જગ્યા પર તેમની બિભત્સ પત્રિકાઓ લગાવડાવી હતી. તો શિક્ષિકાઓને બદનામ કરવાની આ પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી જેથી ભોગ બનનાર શિક્ષિકાએ તપાસ કરતા શાળાના આ શિક્ષકે જ વિદ્યાર્થીઓ પાસે આ પત્રિકાઓ લગાવડાવી હતી. તેવું માલુમ પડતા શિક્ષિકાએ માણસા પોલીસ સ્ટેશને લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના મહુડી ખાતે શિક્ષણને જગતને લાંછન લગાવતી ઘટના બની છે શાળાના શિક્ષકે જ શિક્ષિકા બહેનોના બિભત્સ પોસ્ટરો ગામમાં ચોંટાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની વિગત મુજબ મહુડી ગામમાં આવેલ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા એક શિક્ષિકાને તેમની જ શાળાના શિક્ષક અશોકભાઈ પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષથી ખરાબ નજરે જોતા હતા અને ખરાબ ઈશારા કરી ઘણી વખત પીછો પણ કરી હેરાન કરતા હતા અને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે માગણી કરી દબાણ કરતો હતો પરંતુ શિક્ષિકા તેના તાબે ન થતા તેની અદાવત રાખી આ શિક્ષકે આ શિક્ષિકા અને શાળાની અન્ય શિક્ષિકાઓને બદનામ કરતી પત્રિકાઓ છપાવી શાળાએથી જવાના રસ્તા પર નંખાવી હતી તો એક મહિના અગાઉ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો ડર બતાવી અભ્યાસમાં આગળ મદદ કરવાની લાલચ આપી ગામની દિવાલો પર શિક્ષિકાઓના નામ અને બિભત્સ ફોટા લગાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો શાળામાં ફરજ બજાવતી અન્ય શિક્ષિકાઓના નામ પણ અન્ય લોકો સાથે જોડી પેમ્ફલેટો, બિભત્સ ફોટા શાળાની તેમજ જાહેર દિવાલો પર લગાવ્યા હતા અને ગ્રામ પંચાયત તથા દૂધ મંડળીમાં તથા શિક્ષિકાઓના ઘરે ટપાલ દ્વારા મોકલાવ્યા હતા આ સિવાય જાહેર જગ્યાએ દીવાલો પર સ્પ્રે વડે શાળાની શિક્ષિકાઓને બદનામ કરતાં બીભત્સ લખાણો પણ લખવામાં આવ્યા હતા જેથી આ બાબતે શાળાના કર્મચારીઓએ તપાસ કરતા માલુમ પડયું હતું કે શાળાનો શિક્ષક અશોક પ્રજાપતિ સ્કૂલના જ વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો ડર બતાવી આ પત્રિકા લગાવવાનું અને સ્પ્રે વડે દીવાલો પર લખવાનું કામ કરાવતો હતો જેથી ભોગ બનનાર શિક્ષિકાએ આ લંપટ શિક્ષક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button