ડાંગમાં TDO એસીબીની છટકામાં ઝડપાયા, બિલમાં સહી કરવા માંગ્યા હતા રૂ.6000…

સુરતઃ ગુજરાતમાં એસીબી (Gujara ACB) દ્વારા લાંચિયા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ અસર થઈ નથી રહી. આજે તાલુકા વિકાસ અધિકારી (TDO) એસીબીના છટકામાં (ACB Trap) ઝડપાયો હતો. ડાંગના સુબિર ખાતે આવેલી તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ટીડીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, શિયાળુ પાકના વાવેતર માટે સરકાર આપશે સિંચાઈ માટે પાણી…
ફરીયાદી નાઓએ ૧૫માં નાણાપંચ વર્ષ-૨૦૨૩-૨૪ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરફથી મંજુર થયેલા પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરી હતી. જે કામગીરીની બનાવેલી એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી, સુબીરની સહી લેવાની હતી. આરોપી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલા (ઉં.વ.૫૭) તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂા.૬,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો
લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૬,૦૦૦ ની લાંચ સ્વીકારતાં પકડાયા હતા.