Ahmedabadમાં ટીડીઓ ખાતાના અધિકારી અને એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારી અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો છે. એસીબીએ બિલ્ડરનો ઓફિસના ટ્રેપ ગોઠવીને આ બંનેની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂ. 50 લાખની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને રૂ. 20 લાખ આપ્યા હતા. જેમાં આરોપી હર્ષદ ભોજક અને આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
અરજદારે આરોપીને 20 લાખ રૂપિયા આપ્યા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને 20 લાખ રૂપિયા આપ્યા હતા.
ફરિયાદીની દુકાનો તોડી નાખવામાં આવેલ
અમદાવાદ શહેરમાં આ કામના ફરીયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મનપા દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જેમા જણાવેલ કે અમદાવાદ મનપાની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે.
હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી.
જેમાં જણાવેલ કે AMCની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો AMC તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતા. જેણે AMCમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી.
જેથી હર્ષદ ભોજકે ફરિયાદીનું કામ કરી આપવા માટે રૂ. 50 લાખની લાંચ માંગી હતી. જ્યારે આશિષને રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી. જો કે રકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.
હર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો
જો કે ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACBની ટીમે આશ્રમ રોડ પર ચીનુભાઈ ટાવરની સામે આવેલ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઑફિસમાં છટકું ગોઠવ્યું હતુ. જ્યાં હર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. હાલ તો બંને ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.