તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ | મુંબઈ સમાચાર

તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ મેળા સૌરાષ્ટ્રમાં યોજાય છે, તેમાં પણ તરણેતરનો મેળો તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મેળામાં હજારો લોકો પરિવાર સાથે આવે છે. એક સમયે આ મેળો યુવાનીયાઓના સગપણ માટેનું જાણે એક સ્થળ હતો. પરંતુ આ વખતે તરણેતરના મેળામાં ગુજરાતની સંસ્કૃતિ ભુલાઈ હોય તેમ ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને ગ્રામીણ સાંસ્કૃતિને લાંછન લગાવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવું દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો બાદ વિવાદ વકરતાં રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં યોજોતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે આ ભાતીગળ મેળાની ગરિમાને બદનામ કરે તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદ વકરતાં રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જવાબદારો સામે જરૂરી પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.

Back to top button