જામનગર અંબાણી પરિવારના પ્રિ વેડિંગ સેરેમનીમાં ચોરી કરવા આવેલી તમિલનાડુંની ગેંગની પોલીસે કરી ધરપકડ
રાજકોટ: આંતર રાજ્ય ચોરી કરતી ગીલોલ ગેંગના 5 ઈસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
મૂળ તામિલનાડુના આરોપીઓની દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા,
રાજકોટમાં ગત 2 માર્ચના રોજ 150 ફુટ રોડ પર કારમાંથી રોકડની ચોરી કરી હતી,
કારના કાચ તોડી 10 લાખ ભરેલ બેગની ચોરી કરવામાં આવી હતી,
સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા,
પોલીસ પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો,
આરોપીઓની પૂછપરછમાં જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં આરોપીઓ પહોંચ્યા હતા અને ત્યાંથી તે રાજકોટ પહોંચ્યા હતા,
આરોપી ગેંગે દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોરીને અંજામ આપેલ હતું,
60 થી 65 લોકોની આ ગેંગના હોવાનું તપાસમાં આવ્યું સામે,
હાલ 5 લેપટોપ અને 5 મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા,
આંતર રાજ્ય ગેંગના 5 સભ્યો હાલ રાજકોટ પોલીસના સકંજામાં આવ્યા છે.
બહુ ઓછા સમયમાં ટેકનિકલ સર્વેન્સના સહારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તથા ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આગેંગ ને ઝડપી પાડવામાં આવી છે છેલ્લા 15 દિવસમાં બે આંતરરાષ્ટ્રીય ચોર ગેંગને રાજકોટ પોલીસે પકડી પાડી અને ઉમદા કામગીરી નિભાવી છે.