આપણું ગુજરાત

આપણા હકનું નથી તે લઇ લેવું એ બધી જ રીતે ગુનો છે: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા એસીબી કરે છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના લાંચ રુશવત વિરોધી બ્યુરો (એસીબી)ના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સંબોધન કરતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જનઆંદોલન ઉપાડ્યું છે. હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે, તેના મૂળમાં પણ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્ગ પોલિટીકલ વિલ છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખોટું કરનારાઓને સજાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં થઇ છે અને ઝિરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે. સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી, આંતરિક સુખ જ સાચું સુખ છે. આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવાની નોબત આવે છે. આવી આવકના સુખમાં તો પરિવારના સૌ ભાગીદાર બને, પરંતુ જ્યારે ગુનાની સજા થાય ત્યારે જે તે વ્યક્તિએ એકલાએ જ ભોગવવી પડે છે. આ સંદર્ભમાં તેમણે વાલિયામાંથી વાલ્મીકી ઋષિનું ઉદાહરણ આપ્યું હતું. મુખ્ય પ્રધાને એસીબીના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, ખોટું કરનારાને સજા તો થાય છે જ ત્યારે આપણે પણ સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ તે જરૂરી છે. લાંચ રુશવત બ્યુરોના વડા શમશેરસિંગે રાજ્યમાં આ પ્રથમ ચિંતન શિબિરની રૂપરેખા આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લાંચ રુશવત અટકાવવા માટે ૧૦૬૪ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર વિરોધી ચળવળને સહયોગ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker