આપણું ગુજરાત

વિકાસના કાર્યોને લઈ અને ભારતીય જનતા પક્ષને થશે ફાયદો: વિનોદ ચાવડા

રાજકોટ: આજરોજ જ્યારે રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને લોકોને માહિતી આપી રહ્યા છે આજરોજ કચ્છના સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોન ભાજપના પ્રભારી વિનોદ ચાવડા ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે AIIMS સહિત અનેક વિકાસ ના લોકાર્પણ અને ખાતમુહર્ત આજે થશે.


દેશભર ના વિકાસ અને ખાતમુહૂર્ત આજે રાજકોટ થી થશે. બે દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી હોય લોકોનો બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે તેવી પણ તેમણે માહિતી આપી હતી. ગુજરાતમાં આપ અને કોંગ્રેસની ભાવનગર તથા ભરૂચ ની બેઠક માટે સમજૂતી સંદર્ભે પૂછતા તેઓએ જણાવ્યું હતું કેઆપ – કોંગ્રેસ ના ગઠબંધનની કોઈ અસર નહીં પહોંચે. ભાજપ વિકાસનો મુદ્દો લઈ અને આગળ વધે છે.
AIIMS ને લઈને સૌરાષ્ટ્રને બહુ મોટો ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button