આપણું ગુજરાત

અમદાવાદમાં ૧૫ દિવસ ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ અને દબાણ સામે પગલાં લો: હાઇ કોર્ટ

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તા, ટ્રાફિક સમસ્યા, રસ્તાઓ-ફૂટપાથ પર ગેરકાયદે દબાણો સહિતના મુદ્દે થયેલી ક્ધટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇ કોર્ટે એક મહત્ત્વના નિર્દેશ મારફતે અમદાવાદ શહેરમાં પંદર દિવસ માટે ટ્રાફિક નિયમન, ગેરકાયદે પાર્કિંગ, રસ્તા-ફૂટપાથ પરના દબાણો-લારી ગલ્લા હટાવવા સહિતના મુદ્દે અસરકારક ડ્રાઇવ ચલાવવા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરમાન કર્યું હતું.

સરકાર અને મનપા સત્તાવાળાઓએ પણ આ માટેની કોર્ટને હૈયાધારણ આપી હતી. હાઈ કોર્ટની ખંડપીઠે પ્રારંભિક તબક્કામાં શહેરના પાંચ સ્થળોએ પંદર દિવસ માટે આ ડ્રાઇવ ચલાવી અસરકારક કામગીરી હાથ ધરવા સરકાર અને અમદાવાદ મનપાને તાકીદ કરી હતી અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરી એકશન ટેકન રિપોર્ટ તા. ૫મી જાન્યુઆરી સુધીમાં હાઇ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોનો પ્રશ્ર્ન બહુ ગંભીર છે જે અંગે સત્તાવાળાઓએ કામગીરી કરવી જ રહી. હાઇ કોર્ટે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ બનતી જતી સમસ્યા અને વધી રહેલા અકસ્માતોને લઇ બહુ ગંભીર ચિંતા વ્યકત કરી હતી. નવા વર્ષની ઉજવણીને લઇ વાહનોનો ભારે ધસારો અને આડેધડ પાર્કિંગની સમસ્યા વધુ રહેતી હોય છે, તે બાબતને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ કાર્યવાહી કરવી. ક્ધટેમ્પ્ટ પિટિશનમાં હાઇ કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકાર, પોલીસ, ટ્રાફિક અને અમુક સત્તાવાળાઓ દ્વારા હકારાત્મક વાતો બધી થાય છે, પરિપત્રો, ઠરાવો, જાહેરનામા બધુ જારી થાય છે, પરંતુ જમીન હકીકત પર વાસ્તવિક અમલવારી દેખાતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button