આપણું ગુજરાત

સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા મુહીમને રાજ્યસભાના સાંસદ અને કલેકટરે ગંભીરતાથી લીધી.

મુંબઈ સમાચારની સ્વસ્થ ફેલૈયાઓ મસ્ત ખેલૈયાઓ મોહિમને ગંભીરતાથી લઈ અને આજરોજ કલેકટર પ્રભવ જોષી તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ નવરાત્રી મહોત્સવ ના આયોજકો,સરકારી અધિકારીઓ, તથા મેડિકલ એક્સપર્ટ સાથે એક મિટિંગનું આયોજન કર્યું હતું.

કોરોના કાર્ડ પછી છેલ્લા છ આઠ મહિનાથી લોકોની કાર્ય કરવાની ક્ષમતામાં ઘણો ફરક પડ્યો છે આદત ન હોય તેવો શ્રમ કરવાથી જેમ કે ક્રિકેટ રમતા રમતા ચીન કરતાં ડાંડિયારાસની પ્રેક્ટિસ દરમિયાન અને ક્યારેક અચાનક હૃદય રોગનો હુમલો આવી અને અપમૃત્યુ ના બનાવો વધતા જાય છે તેવા સંજોગોમાં મુંબઈ સમાચાર એ સર્વપ્રથમ ચિંતા વ્યક્ત કરી અને સાંસદ રામભાઈ મોકરીયા સમક્ષ તેમના માધ્યમથી સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ આખી વાત રજૂ કરી હતી. સમગ્ર ગુજરાતમાં વ્યાપક રીતે ખેઐયાઓને સતર્ક કરવા માટે તથા તેમની આરોગ્યની કાળજી માટે દાંડીયારાસ ના આયોજકો તથા સરકારી મશીનરી સાથે કામ કરે તેવા પ્રયત્નો મુંબઈ સમાચારે શરૂ કર્યા હતા. આ મુહિમમાં ગુજરાતના તમામ અગ્રગણ્ય અખબાર તથા વિઝ્યુઅલ મીડિયા, ચેનલો જોડાઈ અને વાતની ગંભીરતાને સમજી લોકોને સતર્ક કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.
આ સંદર્ભે આજરોજ રાજકોટ ખાતે આયોજકોને બોલાવી અને કલેક્ટર પ્રભવ જોષી,સાંસદ રામભાઈ મોકરીયા,મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદી, 108 એમ્બ્યુલન્સના કોર્ડીનેટર,આઈ એમ એ પ્રેસિડેન્ટ,સિવિલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો . ટીલાળા ઉપરાંત અન્ય અધિકારીઓએ એક મીટીંગ લઈ અને જરૂરી સૂચનાઓ ખેલૈયાઓ અને આયોજકો સુધી પહોંચે તે માટે આયોજકોને સૂચનો કર્યા હતા.તે મુજબ દરેક ડાંડિયારાસના આયોજકોએ તેમના આયોજનમાં મેડિકલ સેન્ટર ઊભું કરવું, આયોજન સમિતિના પાંચ જણાએ CPR ટ્રેનિંગ લઈ અને સતર્ક રહેવું. એમ્બ્યુલન્સ ને આવવા જવા માટે એક જુદો માર્ગ આપવો…વગેરે સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં મોટા આયોજન ઉપરાંત શેરી ગલી કે ચોકમાં નાના આયોજન થતા હોય તેવા આયોજકોને પણ સુચના આપવામાં આવી હતી કે એમ્બ્યુલન્સ કે વાહનોને આવવા જવા માટે રસ્તાઓ બંધ કરવા નહીં.

મુંબઈ સમાચાર ખેલૈયાઓને પણ તાકીદ કરે છે કે તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે જ તમારે રમવું જોઈએ.જંક ફૂડ તથા બજારમાં મળતા ઠંડા પીણાથી દુર રહેવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય એટલે કે ડિહાઇડ્રેશન ન થાય તે માટે લીંબુ શરબતનું સેવન કરવું.જો રમતા રમતા શ્વાસ ફુલાઈ જાય,હાંફ ચડે તો બહાર નીકળી અને ખુલ્લી હવામાં બેસી શ્વાસ નોર્મલ ન થાય ત્યાં સુધી આરામ કરવો.

નવરાત્રી પર્વ માતાજીની આરાધના કરવાનું,આનંદ કરવાનું પર્વ છે.ગરબા એ આપણી સંસ્કૃતિ છે.રમવું, આનંદ કરવો પરંતુ સ્પર્ધાત્મક ભાવનાથી વધુ પડતો શારીરિક શ્રમ ન કરવા તમામ ખેલૈયાઓને તાકીદ કરવામાં આવે છે.

મુંબઈ સમાચારે ખાતરી આપી છે કે જે આયોજકો મેડિકલ સેન્ટર ની વ્યવસ્થા ઉભી ન કરી શકે. અથવા તકલીફ પડતી હોય તો મુંબઈ સમાચારના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીનો સંપર્ક કરવાથી તેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 24 / 7 એક મેડિકલ સેન્ટર ધમધમતું રહેશે 40 પેડ ની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં 20 મેઈલ બેડ અને 20 ફિમેલ બેડ ઉપરાંત 10 આઈસીયુ બેડ પણ રાખવામાં આવશે આ સેન્ટર સંપૂર્ણ સાધનો તથા જરૂરી ડોક્ટરની ટીમ સાથે હશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ના માધ્યમથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટ ડોક્ટર આર એસ ત્રિવેદીને સેકન્ડ યર એમબીબીએસ ના વિદ્યાર્થીઓ આ મોહિમમાં સાથે રહે અને મેડિકલી મદદ રૂપ થાય તેવી વ્યવસ્થા કરાવવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત ભરના ખેલૈયાઓને પોતાની સંભાળ પોતે રાખી શકે તે માટે અને અન્યને મદદરૂપ થઈ શકે તે માટે એક ભલામણ એવી પણ કરી શકાય કે જાતે સરકારી હોસ્પિટલ કે રેડ ક્રોસ સોસાયટી પાસે જઈ અને સી.પી.આર ની ટ્રેનીંગ લેવી જોઈએ જેથી કરી અને તાત્કાલિક તમારી આજુબાજુ કોઈ આવી ઘટના ઘટે તો તમે મદદરૂપ થઈ શકો.કોઈનો જીવ બચાવી શકો.
હાલ રાજકોટમાં ગરબા આયોજન કરતાં આયોજકો નું વોટસઅપ ગ્રુપ બનાવી તાત્કાલિક સૂચનાની આપ લે કરી શકાય તેવુ કલેક્ટર કચેરી દ્વારા આયોજન થવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker