આપણું ગુજરાત

સ્વામી સચ્ચિદાનંદની તબિયત નાજૂક, બે દિવસ પહેલા જ દર્શાવી દીધું સમાધિ સ્થળ

માત્ર ચરોતર જ નહીં પણ દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સંત સચ્ચિદાનંદ સ્વામીની તબિયત નાજૂક છે. ચરોતરના દંતાલીમાં આશ્રમ ધરાવતા સ્વામી સચ્ચિદાનંદ છેલ્લા કેટલાક દિવસોથી સૂઈગામમાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત નાદૂરસ્ત બની હતી. સચ્ચિદાનંદ સ્વામીની તબિયત નાજૂક થતાં તેમના પ્રત્યે આસ્થા ધરાવતા ભાવિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે . સુઇગામમાં જ સ્થાનિક તબીબો સચ્ચિદાનદ સ્વામિની તબિયત પર નજર રાખી રહ્યા છે અને તેઓને સારવાર અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સચ્ચિદાનંદ સ્વામીએ પોતાની સમાધિ નડાબેટમાં બ્નાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરતાં બે દિવસ પહેલા અનુયાયીઓને જગ્યા પણ ચીંહિત કરી હતી.

ધર્માર્થ- પરમાર્થ અને જીવન લક્ષી પ્રેરણાદાયી પુસ્તકો પોતાના પ્રવચનોથી અનેક લોકોને જીવન પથ કંડારવામાં તેઓનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. કેટલાય લોકોના જીવનના માર્ગ પણ બદલાઈ ગયા. સેવા અને પરમાર્થ તેમનો મુખી ઉદ્દેશ રહ્યો છે. સ્વામી સચ્ચિદાનંદજીને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

સ્વામીજીની ઈચ્છા અંગદાનની

બનાસકાંઠા -સાબરકાંઠામાં સ્વામી સચ્ચિદાનંદનો મોટો અનુયાયી વર્ગ છે. સ્વામીજીની તબિયત નાજૂક થતાં પાલનપુર, થરાદ અને સુઇગામના તબીબોએ સચ્ચિદાનંદજીનું ચેકઅપ કર્યા બાદ હાલ સચ્ચિદાનંદ સ્વામીની તબિયત સ્થિર હોવાનો વાત સામે આવી છે. આ વચ્ચે પાલનપુર મેડિકલ કોલેજના તબીબો અને અનુયાયીઓની ઉપસ્થિતિમાં સ્વામી સચ્ચિદાનંદજીએ મૃત્યુ બાદ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી.

દંતાલીમાં આશ્રમ

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજીએ એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે. 1969માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી હતી. ઈ. સ. 1976માં તેનું ટ્રસ્ટ શરૂ કર્યું હતું.

સ્વામી સચ્ચિદાનંદનો પૂર્વાશ્રમ

સ્વામી સચ્ચિદાનંદનો જન્મ 22 એપ્રિલ, 1932 ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ મધ્ય ગુજરાતના દંતાલી ગામમાં છે.તેઓએ, ‘મારા અનુભવો’ (૧૯૮૫) અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો લખ્યા છે.

પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ

સ્વામી સચ્ચિદાનંદજીને વર્ષ 2022ના પદ્મ પુરસ્કારોમાં સ્થાન અપાયું હતું . ધાર્મિક ગુરૂ, સમાજસેવક, લેખક અને સમાજસેવકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button