આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સ્વામી જ્ઞાનપ્રકાશને જ્ઞાન ‘લાદ્યું’ વિરપુર પહોંચી માફી માંગી…

વિરપુર: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન પર વિવાદ થયો હતો. તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત જલારામ બાપાનાં ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીને વિરપુર જલારામ મંદિરે આવી માફી માંગવા અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારે હવે આ મામલે જ્ઞાનપ્રકાશ સ્વામીને વિરપુર જલારામ મંદિરે આવીને માફી માંગી છે.

Also read : સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન

સ્વામીની સુરક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સંત જલારામ બાપાને લઈને કરેલી ટિપ્પણી મુદ્દે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ બાપાની જગ્યાએ આવીને માફી માંગી છે. મંદિરનાં પાછલા બારણેથી નંબર પ્લેટ વગરની કારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુરમાં પહોંચ્યા હતા. આ પૂર્વે તેમણે મીડિયા સમક્ષ તેમજ વીડિયો જાહેર કરીને માફી માંગી હતી પરંતુ તેમ છતાં વિવાદ શમ્યો નહોતો.

શું હતો વિવાદ?

સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ મામલે રઘુવંશી સમાજ બાપામાં આસ્થા ધરાવનાર ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો. આ મામલે વિરપુર (જલારામ) ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિરપુરમાં સજ્જડ બે દિવસનાં બંધની જાહેરાત કરવામાં આવી હતી અને જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકની અંદર વિરપુર આવીને માફી માંગવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

Also read : જૈન સાધુ પર દુરાચારના આક્ષેપો પછી તેમના પર મુકાયા અનેક અંકુશો તેમને ફોનનો ઉપયોગ કરવા સામે પણ પ્રતિબંધ…

વડતાલ દ્વારા નિવેદનને વખોડવામાં આવ્યું

આ નિવેદન સ્વામિનારાયણ સંસ્થા વડતાલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સંસ્થાએ મહંત રઘુરામબાપાને લખેલા પત્રમાં કહ્યું કે, પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહિ પરંતુ દેશ વિદેશમાં પ્રસરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે. વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્યશ્રી જલારામ બાપા વિષે જે નિવેદન કરવામાં આવ્યું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ. અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button